ક્રૂડ પામતેલમાં 22,680 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજી

ક્રૂડ પામતેલમાં 22,680 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજી
Spread the love

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૬૫,૫૦૧ સોદામાં રૂ.૧૧,૪૩૨.૫૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૮૩ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૧૭ વધ્યો હતો. બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડા સામે નેચરલ ગેસમાં સુધારો હતો. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૨૨,૬૮૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. કપાસ, કોટન અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈ હતી.

દરમિયાન, બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફ્યુચર્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૧૧૦ ખૂલી, ઊપરમાં ૧૬,૧૩૨ અને નીચામાં ૧૬,૦૬૯ના સ્તરને પહોંચી ૬૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૩૪ પોઈન્ટ વધી ૧૬,૦૯૭ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૭૩૯ સોદાઓમાં કુલ રૂ.૭૨.૩૮ કરોડનાં ૮૯૯ લોટ્સના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ ૬૧૦ ટનના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૨૬૧૭ સોદાઓમાં રૂ. ૫૨૩૨.૩૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૫૯૯ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૫૯૯ અને નીચામાં રૂ. ૫૧૩૩૪ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૩ વધીને રૂ. ૫૧૪૦૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૬૪ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૭૪૭ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૨૨૫ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૭ વધીને બંધમાં રૂ. ૫૧૪૮૦ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૮૪૮૫ ખૂલી, ઊપરમાં રૂ. ૬૮૫૦૦ અને નીચામાં રૂ. ૬૭૯૦૬ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૧૭ વધીને રૂ. ૬૮૧૪૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૨૩૫ વધીને રૂ. ૬૮૧૩૯ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૨૨૯ વધીને રૂ. ૬૮૧૩૮ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૫૯૯૧ સોદાઓમાં રૂ. ૨૫૫૦.૧૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૭૬૯ ખૂલી, ઊપરમાં રૂ. ૨૭૬૯ અને નીચામાં રૂ. ૨૭૧૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭ ઘટીને રૂ. ૨૭૩૬ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૭૦૦ સોદાઓમાં કુલ રૂ. ૧૮૮.૨૫ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૮૧૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૮૬૦ અને નીચામાં રૂ. ૧૭૬૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૦ ઘટીને રૂ. ૧૭૮૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૭૨.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪ વધીને બંધમાં રૂ. ૭૭૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૬૫ ખૂલી, ઊપરમાં રૂ. ૯૬૮.૮ અને નીચામાં રૂ. ૯૫૮ રહી, અંતે રૂ. ૯૫૯.૯ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૩૫.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૮ અને નીચામાં રૂ. ૧૦૩૦.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૦૦ ઘટીને રૂ. ૧૦૩૩ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૬૩૭ સોદાઓમાં કુલ રૂ. ૨૯૪૪.૩૨ કરોડ ની કીમતનાં ૫૭૨૦.૫૮૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૫૯૮૦ સોદાઓમાં કુલ રૂ. ૨૨૮૮.૦૧ કરોડ ની કીમતનાં ૩૩૫.૫૬૫ ટન, ક્રૂડ તેલમાં ૧૮૪૧૧ સોદાઓમાં રૂ. ૭૫૩.૧૭ કરોડનાં ૨૭૪૮૬૦૦ બેરલ્સ, કોટનમાં ૧૧૩ સોદાઓમાં રૂ. ૬.૫૨ કરોડનાં ૩૬૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૪૯૫ સોદાઓમાં રૂ. ૧૭૫.૯૫ કરોડનાં ૨૨૬૮૦ ટન, મેન્થા તેલમાં ૪૦ સોદાઓમાં રૂ. ૪.૪૭ કરોડનાં ૪૬.૪૪ ટન, કપાસમાં ૫૨ સોદાઓમાં રૂ. ૧.૩૦ કરોડનાં ૨૫૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૨૪૦.૪૮૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૯૮.૪૧ ટન, ક્રૂડ તેલમાં ૪૬૬૦ બેરલ્સ, કોટનમાં ૨૩૭૭૫ ગાંસડી, સીપીઓમાં ૭૪૯૫૦ ટન, મેન્થા તેલમાં ૧૪૭.૯૬ ટન અને કપાસમાં ૪૧૬ ટનના સ્તરે રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ રૂ. ૨૯૭.૨૧ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૨.૯૨ કરોડ નું રહ્યું હતું. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૩૫.૭૮ ટકાનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો ૬૪.૨૨ ટકાનો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૦ ખૂલી, ઊપરમાં રૂ. ૩૨૭ અને નીચામાં રૂ. ૨૮૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૦૩ બંધ રહ્યો હતો,.

જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯ ખૂલી, ઊપરમાં રૂ. ૯૮.૫ અને નીચામાં રૂ. ૭૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૮.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૩૬૪૫.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૩૬૪૫.૫ અને નીચામાં રૂ. ૩૫૪૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૫૯૨.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૪૩૪૨ ખૂલી, ઊપરમાં રૂ. ૪૩૪૩.૫ અને નીચામાં રૂ. ૪૨૮૭.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૨૯૫.૫ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૨૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦ અને નીચામાં રૂ. ૧૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૫૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૦ અને નીચામાં રૂ. ૩૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૦.૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૮૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૨.૪ અને નીચામાં રૂ. ૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૬.૬ બંધ રહ્યો હતો.

CPO-2.jpg

Right Click Disabled!