ખંભાળિયાના જુગાર પ્રકરણમાં પોલીસે કટકી કરી હોવાનો વધુ એક ઓડિયો વહેતો થયો

ખંભાળિયાના જુગાર પ્રકરણમાં પોલીસે કટકી કરી હોવાનો વધુ એક ઓડિયો વહેતો થયો
Spread the love
  • પોલીસે જુગારમાં પકડાયા બાદ જામીન પર છોડવાના પણ પૈસા લીધા હોવાની વાત

ખંભાળિયામાં જુગારના આરોપીઓને પોલીસ પકડી આવ્યા બાદ આરોપીઓ સામે જ પોલીસે જુગારની જમાવટ કરી હોવાનો તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો. જે બાદ જિલ્લા પોલીસ વડાએ આ પ્રકરણમાં ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કર્યા છે. સમગ્ર પ્રકરણમાં વધુ એક ઓડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં જુગારના આરોપી પાસેથી જપ્ત કરેલા પૈસામાંથી અડધા પૈસા પોલીસ હજમ કરી ગયા હોવાની તેમજ જામીન પર છોડવાની પણ પૈસા લીધા હોવાની વાતચીત ચાલી રહી છે. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જન્માષ્ટમીનો તહેવાર પર પોલીસે એક જુગારના દરોડામાં આરોપીને પકડી પાડી પોલીસ સ્ટેશન લવાયો હતા. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આરોપીની સાથે જ પોલીસે જુગાર ખેલ્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

Police-2-1.jpg images-2-0.jpeg

Right Click Disabled!