ખંભાળિયામાં અબુ કાસમ સહિત વધુ બે પકડાયા

Spread the love

ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા તબીબ પર એક માસ પૂર્વેના હુમલા પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ શક્તિ તથા અન્ય એક કાવતરાખોર યુવકને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. ખંભાળિયાના સ્ટેશન રોડ વિસ્તાર નજીક રહેતા કલરવ હોસ્પિટલના સંચાલક તબીબ ડૉ.રમેશભાઈ નાગજીભાઈ ભંડેરીના મહિના પૂર્વે રાત્રીના સમયે પોતાના ઘરે એક્ટીવા સ્કુટર પર જતી વખતે અટકાવી બાઇક પર આવેલા ત્રણ શબ્સોએ ધોકા વડે હુમલો કરી તેને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.

પીએસઆઈ પી.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી હબીબ ઉર્ફે હબલો ઉમરભાઈ સિપાઈ તથા અનીશ ઉર્ફે અનીશિયો મજીદભાઈ જોખીયાની તા.15ના અટકાયત કરવામાં આવી હતી. ત્રીજો બાઈક સવાર શખ્સ સાજીદ ઉર્ફે એસ.કે.ઈશાકભાઈ ખીરા નામના શખ્સને શુક્રવારે પોલીસે ઝડપી લીધો હતો. સંડોવાયેલા અને ગુનાહિત કાવતરામાં સંડોવાયેલ મુખ્ય શખ્સ અબુ કાસમ ભોકલને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

– નિશાંત માવાણી (જામનગર)

Right Click Disabled!