ખંભાળિયામાં સ્વચ્છતા કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તેમ ઠેર ઠેર ગંદકી

ખંભાળિયામાં સ્વચ્છતા કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તેમ ઠેર ઠેર ગંદકી
Spread the love

સમગ્ર ગુજરાતભરમાં કોરોનાવાયરસ અંતર્ગત લોકોમાં હાહાકાર મચી ગયો છે રાજકીય નેતા સહિત સરકાર અને સરકારી બાબુઓ સહિત સામાન્ય મતદાર પ્રજાજનો પણ ગંભીર ચિંતામાં મુકાયા છે ત્યારે સ્વચ્છતા જરૂરી બની હોય છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તેમ ખાનગી મિલકતો ની આસપાસ ની ગંદકી કચરા દૂર કરવામાં નોટિસ ફટકારવામાં પણ કે સફાઇ કરવામાં પણ આંખ આડા કાન કર્યા હોય તેવો ચિતાર સમગ્ર ખંભાળિયા પંથકમાં જોવા મળી રહ્યો છે મોટાભાગની સરકારી કચેરીઓ ખંભાળીયા ખાતે જિલ્લા કક્ષાની હોય છતાં વોર્ડ નંબર એકમાં સ્વચ્છતાનો અભાવ હોય તેવી વ્યાપક ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે. જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે વોરા સમાજ નું (પેન વાળો) ગંદકીથી ખદબદી રહ્યો હોય જેના કારણે સ્થાનિક લોકો અને તે (પેન વાળા) આસપાસ નજીક ના વિસ્તારમાં રહેતા લોકોને તે ગંદકીના કારણે સતત ગંદકીની દુર્ગંધ ના કારણે લોકો ગંભીર રોગચાળા નું ભોગ બને તે પહેલા તંત્રવાહકો ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરે એવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે આ અંગે અગાઉ પણ વોરા સમાજના અગ્રણીઓ આગેવાનો સમક્ષ મૌખિક સ્થાનિક લોકોએ રજૂઆત કરેલ હોય છતાં પણ તંત્ર ધ્યાન ના દેતા મીડિયા સમક્ષ જણાવ્યું છે જો વોરા સમાજ કે નગરપાલિકા તંત્ર દ્વારા આ ગંદકી સાફ કરવામાં નહીં આવે તો જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

Right Click Disabled!