ખંભાળિયામાં 400 જેટલી સ્ટ્રીટ લાઈટ બંધ, રાત્રીના ઠેર-ઠેર અંધારપટ્ટ છવાયો

Spread the love
  • આર્થિક સધ્ધર ખંભાળિયા પાલિકા શહેરની સમસ્યા ઉકેલવા નિષ્ક્રિય

પાલિકા આર્થિક રીતે સધ્ધર હોવા છતા શહેરીજનોની એક પણ સમસ્યા હલ કરવા જરા પણ તસ્દી લેતા નથી. શહેરમાં અંદાજીત 400 જેટલા સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે. ત્યારે ઉઘતી નગરપાલિકાને જગાડવા વિપક્ષ પણ મેદાને આવ્યું છે. તો બીજી બાજુ પાલિકાના જવાબદાર દ્વારા કોન્ટ્રાક્ટર પાસે સ્ટ્રીટ લાઇટનો સ્ટોક ન હોવાના નરોવા કુંજરવા ગાના ગવાય રહ્યા છે. શહેરીજનોને પ્રશ્ન ઉકેલવા પાલિકા પાસે સત્તા હોવા છતાં નિષ્ક્રિયતા દાખવી રહી છે.

ઉજાસને બદલે અંધારપટ શા માટે તેવો સવાલ વિપક્ષી નેતા સુભાષ પોપટે ઉઠાવ્યો
ખંભાળિયા શહેરમાં અંદાજીત 400 જેટલા સ્ટ્રીટ લાઇટ જુદા જુદા વિસ્તારમાં ઘણા સમયથી બંધ છે. 400 લાઈટો બંધ હોવા છતાં માત્રને માત્ર 100 LED બલ્બ મંગાવીને લાગતા-વળગતા લોકોને એરિયામાં 80 જેટલી માત્ર લાઈટો ચાલુ રી આપી છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાની આજની ખુલતી બેલેન્સ આશરે 24 થી 25 કરોડ રૂપિયા હોવા છતાં શા માટે લાઈટો વગર શહેરની પ્રજાને અંધારામાં રાખવામાં આવે છે.

હાલમાં ભીમ અગિયારસથી તહેવારોની શરૂઆત થઇ ચૂકી છે તે કારતક પૂનમ સુધીમાં મોરાકત, શિવજીનો ભક્તિમય શ્રાવણ મહિનો શુભ દિપાવલી અને કાર્તિક પૂર્ણિમા જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ઉજાસને બદલે અંધારપટ શા માટે તેવો સવાલ વિપક્ષી નેતા સુભાષ પોપટે ઉઠાવ્યો છે. ખંભાળિયાના અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રાત્રિના ઇમરજન્સી ગામમાં શહેરીજનોને નિહાળવામાં પણ અંધારામાં ભય સતાવી રહ્યો છે.

શહેરીજનોને અંધારામાં રાખવામાં પાલિકામાં પ્રયાસ હોવાનો આક્ષેપ
ખંભાળિયા નગરપાલિકા દ્વારા નવી સ્ટ્રીટ લાઈટો ન ખરીદી, શહેરની જનતાને અંધારામાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં આશરે 400 જેટલા સ્ટ્રીટ લાઈટો બંધ છે છતા પણ નગરપાલિકા સ્ટ્રીટલાઈટની ખરીદી ન કરી હાલ કોરોના વાયરસના રોગચાળામાં લોકોને પરેશાનીમાં વધારો કરે છે. – સુભાષ પોપટ, પૂર્વ વિરોધ પક્ષ નેતા

– રોહિત આર. મેરાણી (જામનગર)

Right Click Disabled!