ખંભાળિયા, દ્વારકામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે આવેદન

ખંભાળિયા, દ્વારકામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે આવેદન
Spread the love
  • દિન-પ્રતિદિન વધી રહેલા ભાવ વધારા સામે લોકોમાં પણ રોષ

કોરોનાના લોકડાઉન બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ હાલ ભડકે છે. ત્યારે લોકોમાં પણ ભાવ વધારા સામે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે. ખંભાળિયા અને દ્વારકામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ
ખંભાળિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝલનાં અસહ્ય ભાવ વધારાના વિરોધમાં મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરી હતી કોંગ્રેસ દ્વારા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની સરકાર જીવન જરૂરિયાતની વસ્તુઓ માં સતત ભાવ વધારો કરી રહી છે કોરોનાના કારણે દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન કરી નાખવામાં આવ્યું હતું.

લોકોના ધંધા-રોજગાર ઉદ્યોગો પણ ઠપ્પ થઈ ગયા છે.જે હજુ સુધી પૂર્વોત્તર રીતે શરૂ થઈ શક્યા નથી. દેશનો સામાન્ય અને મધ્યમવર્ગ પાયમાલ થઈ રહ્યો છે. તેની કમર તૂટી ગઈ છે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ છે. ત્યારે આવા સમયમાં સરકાર યોગ્ય કરવા રજુઆત કરી હતી.ખંભાળિયા કોંગ્રેસના કાંતિભાઈ નકુમ, હિતેશ કનઝારીયા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય આંબલીયા વિગેરે હાજર રહ્યા હતા.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_145139.png

Right Click Disabled!