ખતરોં કે ખિલાડી : મેડ ઈન ઈન્ડિયા – એક્ટ્રેસ નિયા શર્મા વિનર

ખતરોં કે ખિલાડી : મેડ ઈન ઈન્ડિયા – એક્ટ્રેસ નિયા શર્મા વિનર
Spread the love

ટેલિવિઝનનો સૌથી ખતરનાક અને સ્ટન્ટથી ભરેલો રોહિત શેટ્ટીનો ફિયર ફેક્ટર શૉ ખતરોં કે ખિલાડી- મેડ ઈન ઈન્ડિયાનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ ચાલી રહ્યો છે. કોરોના વાઈરસના લીધે આ શૉ પહેલીવાર મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો છે. પાછલા સીઝનના સ્પર્ધકોએ આ સીઝનમાં ભાગ લીધો છે. સાથે આ વખતે ફિનાલેમાં કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન ભસીન ટૉપ 3માં પહોંચી ગયા છે. હાલ રોહિત શેટ્ટીએ આ સીઝનની વિનરનું નામ જાહેર કરી દીધું છે.

શૉની સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ નિયા શર્માએ ખતરોં કે ખિલાડી

મેડ ઈન ઈન્ડિયાની ટ્રોફી પોતાના નામ પર કરી લીધી છે. નિયા શર્મા આ શૉ જીતી ચૂકી છે. નિયા ઘણી ડેરિંગ છે, એ તમે જોયું જ હશે, એમાં કોઈ શક જ નથી. નિયા શર્માનો છેલ્લો સ્ટન્ટ કરણ વાહીના સ્ટન્ટ કરતા 14 સેકન્ડ ઓછો હતો. એટલે કરણના 2.22 સેકન્ડ સ્ટન્ટની તુલનામાં નિયા શર્માએ પોતાનો સ્ટન્ટ 2.08 સેકન્ડમાં પૂરો કરીને શૉની વિજેતા બની ગઈ છે. શૉની શરૂઆત રોહિત શેટ્ટીની જગ્યા પર ફારાહ ખાન પાસે શૉ કરાવવો ભારે પડી ગયો અને શૉના પહેલા એપિસોડથી જ દર્શકોનો એટલો જ પ્રેમ નહીં મળ્યો, જેટલી દર્શકોને અપેક્ષા હતી.

nia-trophy_d.jpg

Right Click Disabled!