ખાતાની જમીન પર કબજો ભૂમાફિયા બેફામ બન્યા

ખાતાની જમીન પર કબજો ભૂમાફિયા બેફામ બન્યા
Spread the love

રાજકોટમાં લોક ડાઉન પૂરું થયે હવે રાજકોટમાં ફરી ભૂ માફીયાઓ પણ સળવળ્યા છે અને મહેસૂલ તંત્ર પણ પેશકદમી હટાવવા દોડધામ કરતું થઈ ગયું છે. સરકારની માલિકીની જમીન પરથી દબાણો હટાવવાનું એક ઓપરેશન હજુ તો ગોઠવાઈ રહ્યું છે. ત્યાં જ બીજા એક સ્થળે કિંમતી જમીન પર કબજો કરી લેવાયાની ફરિયાદ તંત્રને મળી છે. કોઠારીયા વિસ્તારની આ કથિત ગોલમાલ અંગેની ફરિયાદનું તથ્ય કેટલું એ હજુ મહેસૂલ તંત્ર ચકાસવાનું છે, પણ એ લેખિત ફરિયાદમાં અરજદાર દ્વારા કલેકટરને ધ્યાન પર મૂકાયું છે કે કોઠારીયા ખાતે ચોક્કસ આદમીએ પોતાની જમીન બિનખેતી કરાવતી વખતે નજીકના લાગુ ખરાબાને પણ પોતાનો ગણાવી લઈને સરકારી બેશકીમતી જમીન બારોબાર વેચી મારી હતી.

એક કૉમ્પ્લેક્સ પાસેની એ જગ્યા તાજેતરમાં ખરીદનાર પણ પહોંચતી વ્યક્તિ હોવાથી તેણે ત્યાં હોટલ દુકાન બનાવી નાખ્યા અને હજુ અન્ય બાંધકામો ચાલુ છે એ જુદા.આ વિસ્તાર રાજકોટ મહાપાલિકાની હદમાં ભળી ગયો હોવાથી તે દબાણ રહિત રાખવાની જવાબદારી મહાપાલિકાની પણ બને જ છે એવામાં લાંબા સમયથી આ ગેર પ્રવૃત્તિ ચાલતી હોવાથી મનપા કે મહેસૂલ વિભાગના કોઈ પગારદારો પણ ભળેલા હોવાની શક્યતા નકારી શકાતી નથી જે હોય તે, બાબત તપાસને લાયક છે પણ હાલ સૌથી મહત્વનો મુદ્દો એ કે કોઈ બાપડા બેખબર વ્યક્તિ એ જમીન કે દુકાન ખરીદી લે અને પછી છેક તંત્ર ડીમો લીશન આદરે તો એની મૂડી ડૂબી જાય તેનું શું ?

content_image_de992178-6ad6-42c8-a66b-618fefe35015.jpg

Right Click Disabled!