ખાનગી શાળા-કોલેજોમાં ફી માફીની માંગ ઉઠાવતા ‘આપ’

ખાનગી શાળા-કોલેજોમાં ફી માફીની માંગ ઉઠાવતા ‘આપ’
Spread the love

પ્રજા કોરોના મહામારીના કારણે અનેક પ્રકારની સમસ્યાથી પીડાઈ રહી છે. જેમાં સમસ્યા મુખ્ય અને ગંભીર સમસ્યા છે કારણ કે આજે તમામ લોકોના ધંધા રોજગાર ભાગી પડયા છે. લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવાના પૈસા પણ નથી એવી પરિસ્થિતિમાં ખાનગી શાળાની ફી તો વાલીઓ બિચારા કેવી રીતે કરી શકે? આથી ચાલુ વર્ષમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી માફ કરવાની માંગ સાથે જામનગર આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, કોરોનાના કપરા સંજોગોમાં પ્રજા વતી માંગણી છે કે આ નવા શૈક્ષણિક વર્ષ 2020-21માં તમામ ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આખા વર્ષની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે તેમજ આવતા બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારના ફી વધારા પર પ્રતિબંધ મુકવામાં આવે વધુમાં ગુજરાતની પ્રજા વર્ષોથી કોઇ પણ પ્રકારના વળતરની આશા વગર સરકારે શિક્ષણવેરો ભરતી આવી છે. સરકાર શિક્ષણ વેરો પણ આપ્યો અને ખાનગી શાળાની ફી પણ આપી. આવું થવાનું કારણ સરકારે શિક્ષણની કરેલી ધોર અવગણના છે. 20 વર્ષ સુધી ગુજરાતની પ્રજા એ કેટલા રૂપિયા શિક્ષણવેરો રૂપે સરકારને આપ્યા છે એટલા જ એલઆઈસીમાં 20 વર્ષ સુધી રોકાયા હોત તો આ મહામારીમાં બાળકનો ભણવાનો ખર્ચ બંને નિકળી જાય તેમ છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_172649.png

Right Click Disabled!