ખીલોસ પાસે યુવકને માર મારી મોટરસાઇકલની લૂંટ

Spread the love
  • બાઇક પર આવેલા બેલડીનું પાકિસ્તાન

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીલોસના પાટિયા પાસે યુવકને માર મારી મોટરસાયકલની લૂંટ ચલાવી બેલડી ફરાર થઇ જતાં ચકચાર જાગી છે. બંને શખ્સો પોતાનું બાઇક અથડાવી લૂંટને અંજામ આપ્યો હતો. જોડિયા તાલુકાના બેરાજા ગામે રહેતા અને ડ્રાઇવિંગ ધંધો કરતો દેવુભા નટુભા પિંગળ નામના ૨૪ વર્ષનો યુવાન શનિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ પોતાના મોટર સાયકલ નં. જી.જે.૧૦ સીઆર ૯૪૭૪ પર બેરાજાથી ધ્રોલ જતો હતો.

આ દરમિયાન ખીલોસના પાટિયા પાસે પહોંચતા ૧૮ થી ૨૦ વર્ષની ઉંમરના બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પોતાનું બાઇક ઇરાદાપૂર્વક દેવુભા મોટરસાયકલને ટક્કર મારી હતી. આથી દેવુભા મોટરસાયકલની નીચે ઉતરતા બંને શખ્સો દેવુભા ગાળો ભાંડી માર મારી તેના મોટરસાયકલની લૂંટ ચલાવી નાસી છુટયા હતા, પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!