ખુલ્યા બદરીનાથના કપાટ : શ્રદ્ધાળુઓની કમી

ખુલ્યા બદરીનાથના કપાટ : શ્રદ્ધાળુઓની કમી
Spread the love

ઉત્તરાખંડમાં બદરીનાથ ધામમાં કપાટ એક લાંબા અવકાશ બાદ ખોલવામાં આવ્યા છે. આ અગાઉ બદરીનાથ મંદિરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. લોકડાઉનના કારણે મંદિરમાં કોઈ ભક્તો જોવા મળ્યા નહોતા. માત્ર જૂજ લોકોની હાજરીમાં જ કપાટ ખોલાવામાં આવ્યા હતા. સમગ્ર વિધિવિધાન સાથે શુક્રવારે 4.30 કલાકે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે 4.30 કલાકે ખુલ્યા કપાટ 15 મેની સવારે 4:30 વાગ્યે બદ્રીનાથના કપાટ ખૂલ્યા છે. આ માટે ગુરુવારે બ્રાહ્મણ ઈશ્વર પ્રસાદ નંબુદરી અને ધર્માધિકારી ભુવનચન્દ્ર ઉનીયાલની સાથે પાંડુકેશ્વરથી બદ્રીનાથની યાત્રા શરુ થઇ ગઈ છે. ઉદ્ધવજી, કુબેરજી, આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી અને તલના તેલનો કળશ બદ્રીનાથ ધામ પહોંચશે.

લોકડાઉન ના નિયમોનું પાલન કરવાની સાથે આ યાત્રામાં શાસન-પ્રશાસન, મંદિર સમિતિ અને અમુક લોકો જ સામેલ રહેશે. પાંડુકેશ્વરથી બદ્રીનાથનું અંતર આશરે 22 કિલોમીટર છે. બદ્રીનાથમાં આશરે 30 લોકો હાજર રહેશે જોશી મઠ એસડીએમ કાર્યાલયથી મળેલી જાણકારી પ્રમાણે, આ વર્ષે કોરોના વાઇરસને લીધે લોકડાઉનના નિયમોનું પાલન બદ્રીનાથમાં પણ થશે. કપાટ ખૂલે તે સમયે ઘણા ઓછા લોકોને હાજર રહેવાની અનુમતિ આપી છે. અહિ રાવલ, ધર્માધિકારી, ટિહરી નરેશના પ્રતિનિધિ, મંદિર સમિતિના 33 ટકાથી પણ ઓછા લોકો અને મંજૂરી મળેલા અમુક સ્થાનિકોને જ મંદિરમાં પ્રવેશ મળશે.

BADRINATH-960x640.jpg

Right Click Disabled!