ખેડબ્રહ્મા : અંબાજી ડેપો દ્વારા બસોના નવા રૂટ ચાલુ

ખેડબ્રહ્મા : અંબાજી ડેપો દ્વારા બસોના નવા રૂટ ચાલુ
Spread the love

અંબાજી એસટી ડેપો દ્વારા બસના નવા રૂટ ચાલુ થતાં લોકો માં આનંદની લાગણી પ્રસરી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાબરકાંઠા અને બનાસકાંઠા નેં જોડતો પુલ સાબરમતી નદી પર બનાવામાં આવતાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના લોકો ને મુસાફરી દરમિયાન અંતર ઘટતા મુસાફરોને સમય ની બચત સાથે આર્થિક લાભ મળતા લોકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંબાજી ડેપો દ્વારા નીચે પ્રમાણે ના બસો ના રૂટ ચાલુ કરવામાં આવેલ છે. આ બસના નવા રૂટો થી ગઢડા શામળાજી,ગુદેલ, ઘંટોડી,જીતપુર તેમજ આજુબાજુના ગામડાઓને એસટી બસનો વધુ લાભ મળશે

1. ગોરાડ થી ઈડર સવારે ૬/૩૦ કલાકે ઉપડશે
વાયા- ટુંડીયા, ભચડીયા, ઘંટોડી, ગઢડા શામળાજી, ગુંદેલ, ચાડા, ખેડબ્રહ્મા,વડાલી થી ઈડર

2. ઈડર થી સતલાસણા સવારે ૮-૨૦ કલાકે ઉપડશે.
વાયા- વડાલી, ખેડબ્રહ્મા, ચાડા, ગુંદેલ,ગઢડા શામળાજી, ઘંટોડી, ભચડીયા, ટુંડીયા,વજાપુર,મુમનવાસ થી સતલાસણા.

3. સતલાસણા થી ઈડર બપોરે ૨-૨૦ કલાકે ઉપડશે
વાયા – મુમનવાસ , વજાપુર, ટુંડીયા,ભચડીયા, ઘંટોડી, ગઢડા શામળાજી, ગુંદેલ, ચાડા, ખેડબ્રહ્મા,વડાલી થી ઈડર.

4. ઈડર થી ગોરાડ સાંજના ૫ કલાકે ઉપડશે.
વાયા- વડાલી, ખેડબ્રહ્મા, ચાડા, ગુંદેલ,ગઢડા શામળાજી, ઘંટોડી, ભચડીયા, ટુંડીયા થી ગોરાડ.

ખેડબ્રહ્મા તાલુકાના અને દાંતા તાલુકાના લોકોની માગણીઓ સંદર્ભે એસ ટી બસના નવીન રુટ ચાલુ કરવામાં આવેલ છે. એસટી ડેપો દ્વારા ઋતુ પ્રમાણે કદાચ સમયમાં ફેરફારો કરવામાં આવશે સાથે લોકોનો સહકાર મળશે તો હજુ પણ બસના રુટોમા વધારો કરવામાં આવશે તેવું અંબાજી ડેપો મેનેજર શ્રી કલ્પેશભાઈ એ ટેલીફોનીક વાત ચીત દ્વારા જણાવ્યું હતું.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20200509-WA0044-1.jpg IMG-20200418-WA0057-0.jpg

Right Click Disabled!