ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે અમર રાખડી કાર્યક્રમ

ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે અમર રાખડી કાર્યક્રમ
Spread the love

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી. સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી સી જે પટેલ ના વરદ હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો
“ગુજરાત રાજ્યનો ક્દાચ આ પ્રથમ કાર્યક્રમ હશે. રક્ષાબંધનના પવિત્ર દિવસે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જિલ્લા સમાહર્તા શ્રી સી જે પટેલ સાહેબ કાર્યક્રમ ની શુભ શરૂઆત ભગવાન શામળીયાના દર્શન કરી કરી હતી. ગ્રામજનો સાથે સોશિયલ distance અને ફરજિયાત માસ્ક સાથે ઔપચારિક મીટીંગ ગોઠવી હતી.
કાર્યક્રમની રૂપરેખા ગઢડા શામળાજી સરપંચ શ્રી એમ આર ચૌહાણે આપી હતી. પત્રકાર એસોસિયેશનના પ્રમુખ શ્રી ધીરુભાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે વૃક્ષને બાંધે અમર રાખડી કાર્યક્રમ લોકોને પર્યાવરણ બચાવો અને વૃક્ષ પ્રત્યેની જાગૃતિ લાવવા માટેની આ સુંદર પહેલ યુવા સરપંચ શ્રી મહેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.

જિલ્લા સમાહર્તા દ્વારા નાની બાળકીઓ સાથે દરેક વૃક્ષને રાખડી બાંધી વૃક્ષ ની આરતી ઉતારી હતી. સાથે ગ્રામજનોને પણ વૃક્ષોની જાળવણી અને જતન કરવા ઉપર ભાર મૂક્યો હતો. સરપંચ શ્રી એમ આર ચૌહાણ ની આ પહેલને પણ બિરદાવી હતી. ગામના તળાવને ઊંડું કરી પાણી ભરવામાં આવે તેવી માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. સાથે આ ગામને હરિયાળું બનાવવા માટે સરપંચશ્રી, ગ્રામ પંચાયત સદસ્યો અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા. ગામમાં માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે ગામની સરકારી શાળામાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. માનનીય કલેકટર સાહેબને પુષ્પગુચ્છ અને ભગવાન શામળિયાના નો ફોટો આપીશ અભિવાદન કર્યું હતું. ખેડબ્રહ્મા તાલુકા મામલતદાર શ્રી જી.ડીગમાર સાહેબ અને ફોરેસ્ટ અધિકારીશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ શ્રી એમ.આર. ચૌહાણ પંચાયત સદસ્ય તથા યુવા ટીમ એ સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર શ્રી ધીરુભાઈ એ કર્યું હતું.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG20200803115812-2.jpg IMG20200803121442-1.jpg IMG20200803120855-0.jpg

Right Click Disabled!