ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામેબ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામેબ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Spread the love

તારીખ 5 9 2020 ના રોજ ગઢડા શામળાજી ગામના યુવાન શ્રી ભાવેશ સિંહ ચૌહાણનો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. ગોસ્વામી સાહેબ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી કરવામાં આવી હતી. ટીએચ.ઓ શ્રી ગોસ્વામીએ સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર લેવાની તેમજ નિયમિત ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર લેવાની સલાહ આપી હતી.

એક માતા સો શિક્ષકની ગરજ સારે છે તેમ દરેક સગર્ભા બહેન પોતાના ગભૅમાં રહેલ બાળકનો ઉછેર સારી રીતે થાય તે માટે સાવધાન રહેવા જણાવ્યું હતું
શ્રીભાવેશ સિંહ ચૌહાણ ના જન્મદિવસને તેમના યુવાન મિત્રોએ બ્લડ ડોનેટ કરી સરપ્રાઇઝ આપી હતી. 35 થી પણ વધુ બ્લડ બોટલ ડોનેટ કરવામાં આવ્યું હતું. જન્મનાર બાળક કુપોષણ યુક્ત ના જન્મે તે માટે ગઢડા શામળાજી ગામની 45 થી પણ વધુ સગર્ભા બહેનોને ચણા અને ગોળ સાથે વિટામિન્સ અને ફોલિક એસિડની ટેબલેટ આપી સગર્ભા બહેનોને તેમના અવતરનાર બાળક પ્રત્યે સભાન રહેવાની સલાહ આપવામાં આવી હતી.

જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવતા ઉપસ્થિત સૌએ શ્રી ભાવેશ સિંહ ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી હતી. જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેટ જેવા કાર્યક્રમ ની શુભ શરૂઆત ગઢડા શામળાજી ગામના યુવા સરપંચશ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવતા ડો. ગોસ્વામીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ગઢડા શામળાજી ગામમાં પ્રાથમિક જરૂરિયાતો માટે સરપંચ શ્રી સતત અવિરત પ્રયત્નો કરતા રહ્યા છે. સાથે સગર્ભા બહેનોને શારીરિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સગર્ભા બહેનોને ટેબ્લેટનું વિતરણ તેમજ શારીરિક ચેક અપ ઊંચી ધનાલ પીએસસી મેડીકલ ઓફિસરશ્રી મકવાણા તથા તેમની સમગ્ર ટીમ, દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકાની સ્ટાફ નર્સ બહેનો, સગર્ભા બહેનો, યુવા મિત્રો ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સોશિયલ distance સાથે યોજવામાં આવ્યો હતો. દરેક સગર્ભા બહેનોને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહેલામાં વહેલી તકે ગઢડા શામળાજી ગામે બને તે માટે માગણી કરવામાં આવી હતી.

પરવેઝ મન્સૂરી (ખેડબ્રહ્મા)

34.jpg

Right Click Disabled!