ખેડબ્રહ્મા : ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

ખેડબ્રહ્મા : ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ
Spread the love

ખેડબ્રહ્મા તાલુકાના શયામનગર હાઈવે રોડ પાસે આવેલી નર્સરીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યાં. મૃતક શામનગર પાસે આવેલા ગોતાનો રહીશ હરીશ નારાયણ દાસ જાની ઉંમર આશરે ૬૦ વર્ષ જાણવા મળેલ છે. મૃતક છૂટક કામ ધંધો કરતો હોવાનું જાણવા મળેલ છે. ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતાં ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વિશાલ બી પટેલ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હજુ મરનારનું કારણ જાણવા મળેલ નથી. મૃતકની ઓળખ બાદ ગોતા ગામે તેના પરિવારજનોને જાણ કરી હતી.

પરંતુ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે હત્યા છે કે આત્મહત્યા ???

પોલીસ તેની સઘન તપાસ કરી તેમના પરિવારજનો ને પૂછપરછ માટે ઘટનાસ્થળે બોલાવેલ છે. અને સઘન તપાસના ચક્રો ગતિમાન કરેલ છે. પરિવારજનોની પૂછપરછ બાદ તેમની સંમતિ લઇ પંચનામું કર્યા બાદ લાશને પીએમ અર્થે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે તેવું ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20200914-WA0023-1.jpg IMG-20200914-WA0025-0.jpg

Right Click Disabled!