ખેડબ્રહ્મા : જનરલ હોસ્પિટલના ડોક્ટર રોહિત ચૌહાણ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા

ખેડબ્રહ્મા : જનરલ હોસ્પિટલના ડોક્ટર રોહિત ચૌહાણ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા
Spread the love
  • ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. રોહિત ચૌહાણ પોતાની ચેમ્બરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા ચકચાર

જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતે વર્ગ-૧ના તબીબ ડૉ પોતાની ચેમ્બરમાં ફરજ ઉપર હાજર હતા. અંદાજીત પાંચેક વાગ્યાના સુમારે સિવિલ સ્ટાફને જાણ થતા તેમની ચેમ્બર તપાસ કરતા ચેમ્બર બંધ જોવા મળેલ. સિવિલ સ્ટાફે કાચનો દરવાજો તોડી તેમની ચેમ્બરમાં તપાસ કરતા પંખા સાથે દોરી બાંધેલી હાલતમાં મૃતદેહ જોવા મળેલ. તાબડતોબ સિવિલ સ્ટાફે તેમની ચેમ્બરમાં થી બચાવવા અર્થે ઓપીડી રૂમમાં ખસેડી પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરેલા
મૃત્યુનું કારણ અકબંધ છે. પોલીસ ઘટના સ્થળે આવી તેની સઘન તપાસ કરી રહી છે.

તેમની ચેમ્બરની તમામ વસ્તુઓ,અને ડોક્ટર રોહિત નો મોબાઈલ કબજે લઈ તપાસ માટે સીલ કરવામાં આવેલ છે. તેમના સ્વજનો તે જાણ થતા આકરુન્દ સાથે સિવિલ કેમ્પસ ખેડબ્રહ્મા આવી પહોંચ્યા હતા. પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. હવે જોવું એ રહ્યું કે ચાલુ ફરજ દરમિયાન તેમની ઓફિસમાં ગળે ફાંસો શા માટે ખાવો પડ્યો કે પછી કોઈ બીજું જ કારણ છે તે પીએમ દ્વારા જાણવા મળે તેમ છે. પોલીસે આગળની કાર્યવાહી કરી તપાસના ચક્રોગતિમાન કરેલ છે.

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG20200828184244-2.jpg IMG20200828183522-1.jpg IMG20200828183606-0.jpg

Right Click Disabled!