ખેડબ્રહ્મા : શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ધ્યાન યોગ પ્રાણાયામ

ખેડબ્રહ્મા : શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ધ્યાન યોગ પ્રાણાયામ
Spread the love

ખેડબ્રહ્મા શહેરમાં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે શ્રી જ્યોતિ વિદ્યાલય ના શિક્ષક મિત્રો દ્વારા ધ્યાન યોગ અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ધ્યાન યોગ પ્રાણાયામ એક ઉત્તમ શસ્ત્ર છે અનેક રીસર્ચના અંતે ધ્યાનયોગ બાબતે વિશ્વ એ પણ નોંધ લીધેલ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ઘરના નાના મોટા અને વૃદ્ધોએ પણ સવારે અથવા સાંજે ધ્યાન યોગ પ્રાણાયામ માટે અડધો કલાક અચૂક ફાળવવો જોઈએ જેથી કરીને દરેકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય શરીર સ્વસ્થ રહે અને અનેક રોગોથી બચી શકાય.

“સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા
સર્વે ભદ્રાણી પશ્યન્તુ માં કશ્ચિત દુઃખ ભાગભવેત!!

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG20200619075237-1.jpg IMG20200619075404-0.jpg

Right Click Disabled!