ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અન્વયે ૪.૭૫ લાખથી વધુ લાભાર્થીઓને જુન-૨૦૨૦માં રૂ. ૯૫.૩૩ કરોડની ચુકવણી

Spread the love

ગાંધીનગર
રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અન્વયે માહે જુન માસમાં ૪,૭૫,૧૧૭ લાભાર્થી બહેનોને રૂ. ૯૫,૩૩,૪૯,૦૦૦/-ની ચુકવણી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સચિવ-વ-કમિશ્નર શ્રીમતી મનીષા ચંદ્રાએ જણાવ્યુ હતુ કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓનું જુન-૨૦૨૦ની નિયમિત રૂ. ૧૨૫૦/-ની સહાય ચુકવવામાં આવી છે.

કોવિડ–૧૯ની લોકડાઉનની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે રાજ્ય સરકારે પણ સંવેદનશીલ નિર્ણય કરીને ૪,૪૨,૨૫૦ વિધવા બહેનોને માહે એપ્રિલ અને મે-૨૦૨૦ એમ બે માસના રૂ.૫૦૦/- લેખે રૂ.૧૦૦૦/ની સહાય પેટે અંદાજે રૂ. ૪૪ કરોડની સહાય DBTના માધ્યમથી લાભાર્થીઓના ખાતામાં સીધી જ જમા કરવામાં આવેલ છે. નાયબ નિયામક મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર.

Right Click Disabled!