ગણેશ વિસર્જનમાં લોકો ભેગા થતા ફરી કોરોના કેસની સંખ્યામાં વધારો

ગણેશ વિસર્જનમાં લોકો ભેગા થતા ફરી કોરોના કેસની સંખ્યામાં વધારો
Spread the love

સુરતમાં ગણેશોત્સવ બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવશે તેવી મ્યુનિ. તંત્રની શંકા સાચી પડી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. હાલ બહાર આવતાં કેસમાં ઘણાં લોકોએ ગણેશોત્સવમાં ભાગ લીધો હોવાનું હિસ્ટ્રીમાં બહાર આવી રહ્યું છે. જેના કારણે મ્યુનિ. તંત્રએ ગણેશોત્સવમાં ભાગ લેનારા લોકો કે જેને શરદી-ખાંસી કે તાવના લક્ષણ હોય તેઓએ તાત્કાલિક કોવિડનો ટેસ્ટ કરાવવા સુચન કર્યું છે. સુરતમાં આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ પર પ્રતિબંધ હતો પરંતુ લોકોએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી ભક્તિભાવથી ઉજવણી કરી હતી. લોકોના ઘરે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ગણેશ વંદના થઈ હતી પરંતુ ઘણી જગ્યાએ કેટલીક કચાસ રહી જતાં કોરોના સંક્રમણ વધે તેવી શક્યતા મ્યુનિ. તંત્રએ વ્યક્ત કરી હતી. ગણેશોત્સવ બાદના 10 દિવસમાં કેસોની સંખ્યામાં વધારો થશે.

ગણેશોત્સવ પહેલા સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ગણેશોત્સવ બાદ હવે કેસમાં થોડો વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમા હજી પણ વધારો આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી દરેક ઝોનમાં પાંચથી દસ કેસમાં વધારો થયો છે જેમાંંથી ઘણાંની હિસ્ટ્રી ગણેશોત્સવમાં ભેગા થઈ હોય તેવી બહાર આવી રહી છે. આ શક્યતાના પગલે મ્યુનિ. તંત્રએ ગણેશોત્સવમાં ભેગા થયેલા લોકોમાં શરદી-ખાંસી કે તાવ જેવા કોઈ લક્ષણ આવે તો તાત્કાલિક ધન્વંતરી રથ કે મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ કરાવી લેવાની સુચના આપી છે. મ્યુનિ. તંત્રની આ પ્રકારની જાહેરાત બાદ લક્ષણવાળા દર્દીઓ ટેસ્ટ કરાવવા માટે જશે તેમાં પોઝિટિવ આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

જેના કારણે આગામી દિવસોમાં હજી પણ કેસોની સંખ્યામાં વધારો થઈ શકે તેવું મ્યુનિ. તંત્રનું માનવું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસનો કાર્યક્રમ સુરતમાં ભારે ધામધુમથી ઉજવાય છે તેવી જ રીતે આ વર્ષ પણ ઉજવાશે તો સુરતમાં કોરોના સંક્રમણ વધી શકે તેવી ભીતિ છે. ગણેશોત્સવમાં જે રીતે લોકો ભેગા થયાં હતા તેના કરતાં પણ બિદાસ્ત રીતે ભાજપના કાર્યક્રમમાં લોકો ભેગા થાય છે. મ્યુનિ. તંત્ર કે પોલીસે સાર્વજનિક કાર્યક્રમ પર તો પ્રતિબંધ મુકી દીધો છે પરંતુ રાજકીય કાર્યક્રમ પર કોઈ પ્રતિબંધ મુક્યો ન હોવાથી જો વડાપ્રધાનના જન્મ દિવસના કાર્યક્રમની મંજુરી આપે તો સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ શકે તે શક્યતા નકારી શકાતી નથી.

ganesh-1-324x235.jpg

Right Click Disabled!