ગાંધીનગરના વિદ્યાર્થીનું રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

ગાંધીનગરના વિદ્યાર્થીનું રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
Spread the love

“જો આપનું મનોબળ મજબૂત હોય તો આપ કોઈ પણ મુશ્કેલી નો સામનો કરી સફળતા પ્રાપ્ત કરી શકો છો”. આ વાતને ગાંધીનગરના એક વિદ્યાર્થીએ સાચી ઠેરવી છે. એક વિદ્યાર્થી કે જેને શરૂઆતથી જ ગુજરાતી માધ્યમની સરકારી શાળામાં અભ્યાસ કરેલ છે, જે આર્થિક રીતે એક ખૂબજ સાધારણ પરિવારમાંથી આવે છે અને આ વિદ્યાર્થીએ ધોરણ 12 બાદ લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા પાસ કરી પ્રતિષ્ઠીત કોલેજમાં એડમિશન મેળવેલ છે. આ વિદ્યાર્થીનું નામ છે શુભમ પરમાર કે જે ગાંધીનગરમાં સેક્ટર 7માં વસવાટ કરે છે.

શુભમના પિતા ગાંધીનગરમાં જ શાળાના દફ્તરનું છૂટક વેંચાણ કરી ગુજરાન ચલાવે છે અને તેની માતા ક્લિનિકમાં હેલ્પર તરીકે ફરજ નિભાવે છે. આ વિદ્યાર્થીએ ધોરણ 12 કોમર્સ બાદ લેવામાં આવતી એનસીએચએમસીટી જેઇઇ (NCHMCT JEE) કે જેના દ્વારા આઇ.એચ.એમ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ) કે જે ભારતની ઉચ્ચ સ્તરની હોસ્પિટાલીટી મેનેજમેન્ટની કોલેજમાં છે, તે પરીક્ષા પાસ કરી. શુભમે આ પરીક્ષા ઉત્તીર્ણ કરી ભારતભરમાં હોસ્પિટાલીટી મેનેજમેન્ટની ટોપ 5 કોલેજમાં સમાવેશ થતી ગોઆ સ્થિત આઈ.એચ.એમ.માં એડમિશન મેળવી ગાંધીનગર તથા ગુજરાતના ગૌરવમાં વૃદ્ધિ કરેલ છે.

શુભમને પહેલે થી હોટેલ મેનેજમેન્ટના કોર્સમાં રુચિ હતી અને ધોરણ 11 માં એને ગાંધીનગર સેક્ટર11 સ્થિત યુનિકોર્ન એજ્યુવેન્ચર્સ સંસ્થાની જાણ થઈ અને ત્યાર બાદ યુનિકોર્ન એજ્યુવેન્ચર્સ સાથે જોડાઈ એના શિક્ષકગણના ઉચિત માર્ગદર્શન હેઠળ આ પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુભમને ગાંધીનગર માં યોજાયેલી કૂકિંગ સ્પર્ધામાં ઈનામ પણ મળ્યું હતું. તેમનું મનોબળ વધુ ને વધુ મજબૂત થતું ગયું અંદ તેમણે સફળતા મળી. આમ શુભમે ગુજરાતી મીડિયમ અને આર્થિક રીતે સાધારણ પરિવારમાંથી આવતા દરેક વિદ્યાર્થીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે કે જો આપ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે મેહનત કરો છો અને ઉચિત માર્ગદર્શન પ્રાપ્ત કરો છો તો આપ અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકો છો.

યુનિકોર્ન એજ્યુવેંચર્સ ગાંધીનગર શાખાના વડા શ્રી હિતેનના જણાવ્યા અનુસાર શુભમને પહેલેથી જ કૂકિંગમાં રસ હતો અને હોસ્પિટાલિટી મેનેજમેંટના કોર્સ માં જોડાવાની રુચિ હતી.પણ એને તેના માટે લેવામાં આવતી પરીક્ષા વિષે જાણ ન હતી. ત્યાર બાદ એને યુનિકોર્ન એજ્યુવેંચર્સ સાથે જોડાયા બાદ આ પરીક્ષા માટે ધોરણ 11 થી જ નિયમિત મહેનત ચાલુ કરી દીધેલ હતી અને એને આજે આ સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે વધુમાં જણાવેલ કે આજના વિદ્યાર્થીઓમાં મહેનત કરવાની વૃતિ તો રહેલી જ છે પણ ઉચિત માર્ગદર્શન અને વિવિધ ક્ષેત્રો વિષે માહિતી ના અભાવે તેઓ ઉચિત સ્થાન પ્રાપ્ત નથી કરી શકતા. શુભમની આ સિદ્ધિ અનેકો અનેક વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન રૂપ બની રહે તેવી તેમણે આશા બતાવી હતી.

Right Click Disabled!