ગાંધીનગરના સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ દ્વારા ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી નિમિત્તે વૃક્ષારોપણ

ગાંધીનગરના સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતીની વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અનુસાર સંસ્થા દ્વારા ફળાઉ અને ઔષધીય સહિત ૪૦ વૃક્ષોનું વાવેતર કરીને તેના ઉછેર માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજના સામાજિક અગ્રણી જીલુભા ધાંધલે જણાવ્યું હતું કે આ વૃક્ષારોપણ રાઈ જીગર ગરમીના લખેલો પાયાનું નામ “ઝવેરચંદ મેઘાણી વન” રાખવામાં આવ્યું છે.
આ પ્રસંગે સેક્ટર પર કલાસંસ્થા ના અગ્રણીઓ સર્વશ્રી ભૂપેન્દ્ર ગજ્જર, લાલજી હેરમા, અશોકભાઇ પરમાર, રમેશભાઇ પાઠક, હેમાંગ દોશી, કિશોર માતરીયા સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો હતો જે અંતર્ગત ચીકુ, લીંબુ, સરગવો, પારિજાત, કરણ, સીતાફળ, દાડમ, જાંબુ, બીલીપત્ર, લીમડો અને વોર્ડ સહિતના વૃક્ષના રોપા ભાગવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર હર્ષાબા ધાંધલે પોતાની ગ્રાન્ટમાંથી તાર ફેન્સિંગ કરી આપવાનું વચન આપ્યું હતું જ્યારે સેક્ટર ૨૩ ના ગુરુકુળ દ્વારા ટપક સિંચાઇની લાઇન લગાડી આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંસ્થાના રણછોડભાઇ માતરીયા અને નિર્મળાબેન દ્વારા કાયમ માટે પાણી સિંચન, ખાતર અને ઉધઇ સહિતની દવા વગેરેની જવાબદારી લેવામાં આવી છે.
