ગાંધીનગરની શ્રદ્ધાદીપ લેબોરેટરી દ્વારા માત્ર રૂપિયા પડાવવા કોરોના ટેસ્ટના નામે ભ્રષ્ટાચાર….

ગાંધીનગરની શ્રદ્ધાદીપ લેબોરેટરી દ્વારા માત્ર રૂપિયા પડાવવા કોરોના ટેસ્ટના નામે ભ્રષ્ટાચાર….
Spread the love

ગાંધીનગર કોર્પોરેશનના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા તાજેતરમાં શહેરની અગ્રણી શ્રદ્ધાદીપ લેબોરેટરીના છબરડાં વિશે એક નોટિસ પાઠવીને કરીને ખુલાસો કરીને યોગ્ય કારણ સાથે જવાબ આપવા જણાવવામાં આવતાં સમગ્ર નગરમાં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની જવા પામી છે.

ગાંધીનગરના સેકટર-24 ખાતે રહેતા અલકાબેન સુરેશકુમાર રાવલ તેઓના સંયુક્ત પરિવાર સાથે વર્ષોથી વસવાટ કરી રહ્યાં છે. થોડા દિવસ પૂર્વે તેઓની તબિયત ખરાબ થતાં કોરોનાનો ટેસ્ટ નગરની શ્રદ્ધાદીપ લેબોરેટરીમાં કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કોરોના પોઝીટીવ હોવાનું જણાવ્યું હતું. તેઓના ઘરના બધા સભ્યોનો ટેસ્ટ બીજી લેબોરેટરીમાં કરાવવામાં આવતાં તે તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

શ્રદ્ધાદીપ લેબોરેટરી કક્ષાએ આ અંગે તપાસ કરતાં તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. અરજદારનો રિપોર્ટ અરજદારના ઘરવાળાઓને જ જાણ કર્યા વિના સીધો જ આરોગ્ય વિભાગને મોકલી આપ્યો હતો. અરજદારના રિપોર્ટની કોપી અને સેમ્પલ માંગતા શ્રદ્ધાદીપ લેબોરેટરી તરફથી કોઈપણ જવાબ આપવામાં આવ્યો નહોતો.

જેથી તેઓની લેબોરેટરી દ્વારા કંઈક ખોટું કરવામાં આવ્યું હોવાની દહેશત વ્યક્ત કરીને તેઓ દ્વારા માત્ર રૂપિયા પડાવવા લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરી કોઈપણ કાળજી વગર સરકારની જાણ બહાર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું ગાંધીનગર વહીવટી તંત્રને ધ્યાને આવતાં તેઓએ આ બાબતને ગંભીરતાથી લઈને દિન-5માં ખુલાસો કરવા નોટિસ ફટકારી છે.

Right Click Disabled!