ગાંધીનગરમાં પાણીની યોજનાનું ખાતમુહુર્ત

ગાંધીનગરમાં પાણીની યોજનાનું ખાતમુહુર્ત
Spread the love

ગાંધીનગરમાં હાલ ઓછા પ્રેશરથી પાણી આપવાની બુમો સંભળાઈ રહી છે ત્યારે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રર૯ કરોડના ખર્ચે ર૪ કલાક પાણીની યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. ઓનલાઈન યોજનારા આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી પણ હાજરી આપશે. હાલ કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરની રચના થઈ ત્યારે વસાહતીઓને પાણી પુરુ પાડવા માટે ચરેડી ખાતે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જેના થકી જ શહેરમાં પાણી પહોંચાડવામાં આવતું હતું. ત્યારબાદ પાણીની બુમો પડતાં સે-પ અને સરીતા ઉદ્યાન ખાતે પાણીની ટાંકી બનાવીને નવા સેકટરોમાં પુરતાં પ્રેશરથી પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો હતો.

content_image_aea08b98-4a79-47e8-a82a-69f4fbac5cac.jpg

Right Click Disabled!