ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૦ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા

Spread the love
  • ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૧ કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૦ કોરોનાના નવા કેસો મળ્યા છે. આજની તારીખમાં એક પણ મૃત્યૃ કોરોનાના કારણે થયું નથી. તેમજ વધુ ૧૧ કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને જણાવ્યું છે.  ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં તા.૨૫મી જૂન, ૨૦૨૦ ના સાંજના ૫.૦૦ કલાક બાદ ગાંધીનગર તાલુકામાં ત્રણ, દહેગામ તાલુકામાં એક અને કલોલ તાલુકામાં છ મળી કુલ- ૧૦ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં સરગાસણ ગામમાં ૫૪ વર્ષીય મહિલા, દશેલા ગામમાં ૬૪ વર્ષીય વૃઘ્ઘ અનેક કોટેશ્વરમાં ૪૮ વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે.

દહેગામ શહેરમાં ૭૦ વર્ષીય વૃઘ્ઘને કોરોના પોઝિટીવ કેસ આવ્યો છે. કલોલ તાલુકામાં ઉસ્માદનાબાદમાં ૨૮ વર્ષીય યુવાન, નાંદોલી ગામમાં ૬૦ વર્ષીય મહિલાઅને કલોલ શહેરમાં ૫૫ અને ૩૧ વર્ષીય મહિલા, અને ૨૦ વર્ષીય યુવતી અને ૪૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ કેસ આવ્યો છે.  વધુમાં તેમણે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૧૬ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયો છે. જેમાં ૧૦૩ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ ૨૮૦ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૩ વ્યક્તિઓનું મૃત્યૃ થયું છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધી ૧૪,૭૪૯ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન, બે વ્યક્તિને સરકારી ફેસીલીટી કોરોન્ટાઇન અને ૩૯ વ્યક્તિઓ ખાનગી ફેસીલીટી કોરોન્ટાઇન મળી ૧૪,૭૯૦ વ્યક્તિઓ કોરોન્ટાઇન છે.

Right Click Disabled!