ગાંધીનગર જિલ્લાના ૨૬૬ ગામોમાં ૧૮ લાખ ૭૬ હજાર થી વધુ આયુર્વેદ ઉકાળાના ડોઝ

ગાંધીનગર જિલ્લાના ૨૬૬ ગામોમાં ૧૮ લાખ ૭૬ હજાર થી વધુ આયુર્વેદ ઉકાળાના ડોઝ
Spread the love
  • અને ૨૨૧ ગામોમાં ૬ લાખ ૬૩ હજારથી વધુ લોકોને હોમિયોપેથીક દવાઓ અપાઇ

ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં ૨૬૬ ગામમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતાં આયુર્વેદ ઉકાળાના ૧૮ લાખ ૭૬ હજારથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમજ ૨૨૧ ગામોમાં ૬ લાખ ૬૩ હજારથી વધુ હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી છે.
કોરોના વાયરસ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવી ખૂબ જ જરૂરી છે. કોરોના વાયરસની મહામારી દરમ્યાન ગાંધીનગર જિલ્લાના લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ અને આયુષ કચેરી, ગુજરાત રાજયના નિયામક શ્રીમતી ર્ડા. ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ
આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથિક દવાના વિતરણનું સુચારું આયોજન કર્યું હતું.

ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના કુલ – ૨૬૬ ગામોમાં આયુર્વેદ ઉકાળાના ડોઝ ધરે ધરે આપવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર તાલુકામાં ૧,૬૯,૯૦૬, માણસા તાલુકામાં ૧,૬૮,૫૭૫, દહેગામ તાલુકામાં ૩,૩૫,૧૩૭ અને ગાંધીનગર તાલુકામાં ૧૨,૦૬,૨૩૬ મળી કુલ- ૧૮,૭૬,૮૫૪ ઉકાળાના ડોઝ આપવામાં આવ્યા છે.

તેમજ ચાર તાલુકાના ૨૨૧ ગામોમાં નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ખાસ હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી હતી. જેમાં કલોલ તાલુકામાં ૫૫,૩૧૬, ગાંધીનગર તાલુકામાં ૨, ૩૦,૩૦૧, દહેગામ તાલુકામાં ૫૭,૪૭૭ અને માણસા તાલુકામાં ૧,૫૬,૨૨૮ અને હોમિયોપેથી કોલેજ અને હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ર્ડા. ડી.ડી.પટેલ દ્વારા ૧૫૫ ગામોમાં ૧,૬૩,૮૮૦ મળી કુલ- ૬,૬૩,૨૦૨ લોકોને હોમિયોપેથી દવા આપવામાં આવી છે.

તે ઉપરાંત તા.૧૧મી એપ્રિલ, ૨૦૨૦ થી તા. ૧૫મી મે, ૨૦૨૦ દરમ્યાન ૧૪ સ્થળોએ કુલ- ૫૭૨ કવોરન્ટાઇન વ્યક્તિઓએ સારવાર મેળવેલ હતી. જે પૈકી ૨૯૫ લોકોએ આયુર્વેદ દવા અને ૨૭૭ લોકોએ હોમિયોપેથીક દવા લીધી હતી. આ પૈકી આયુર્વેદ સારવાર પૂરી કર્યા બાદ કોઇપણ દર્દી પોઝિટીવ આવ્યો નથી. જયારે હોમિયોપેથીક સારવાર પૂરી કર્યા બાદ કુલ- ૧૧ વ્યક્તિ કોવિડ-૧૯ની તપાસમાં પોઝિટીવ આવ્યો છે.

આ આયુર્વેદ ઉકાળાના ડોઝ અને હોમિયોપેથીક દવાના વિતરણમાં જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ ગામના સરપંચશ્રીઓ, પી.એચ.સી. સ્ટાફ, આશાવર્કરબેનો, યુવક મંડળના સહકાર થકી આ કાર્ય સુચારું રીતે પાર પડયું છે.

Right Click Disabled!