ગાંધીનગર જિલ્લા કલેકટરના હસ્તે વાર્ષિક ક્રેડિટ પ્લાન– ૨૦૨૦-૨૧ની પુસ્તિકાનું વિમોચન

ગાંધીનગર જિલ્લા કલેકટરના હસ્તે વાર્ષિક ક્રેડિટ પ્લાન– ૨૦૨૦-૨૧ની પુસ્તિકાનું વિમોચન
Spread the love
  • ગાંધીનગર જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન- ૨૦૨૦-૨૧ માટે રૂપિયા ૪,૧૪૩ કરોડના ધિરાણનો લક્ષ્યાંક નક્કી કરાયો

ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં વાર્ષિક ક્રેડિટ પ્લાન – ૨૦૨૦-૨૧ ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાની વાર્ષિક ક્રેડિટ પ્લાન -૨૦૨૦-૨૧ પુસ્તિકાનું વિમોચન કલેકટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ બેઠકના આરંભે એલ.ડી.એમ, ગાંધીનગર શ્રી પ્રકાશ વિજયવર્ગીય દ્વારા સર્વે સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કલેકટરશ્રીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાની વાર્ષિક ક્રેડિટ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૦- ૨૧ માટે કુલ- રૂપિયા ૪,૧૪૩ કરોડના ધિરાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં રૂપિયા ૨૪૨૮ કરોડ કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્ર, રૂપિયા ૭૫૮ કરોડ ઉધોગ – ગ્રામિણ વિકાસ ક્ષેત્ર માટે અને રૂપિયા ૯૫૭ કરોડ કૃષિ ક્ષેત્ર સિવાયના ક્ષેત્ર માટે ફાળવણી કરવામાં આવી છે.  આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી એચ.ટી.યાદવ, નાબાર્ડના ડી.ડી.એમ. શ્રી નિરજસિંહ, બેંક ઓફ બરોડાના ડી.આર.એમ શ્રી બલદેવ પટેલ, જિલ્લા કૃષિ અભિકારી શ્રી ડી.પી.જાદવસહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Right Click Disabled!