ગાંધીનગર જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક રોડ સેફ્ટી ઓથોરીટીના કમિશનર અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાઇ

Spread the love

ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની આજરોજ બેઠક રોડ સેફટી ઓથોરીટી, ગુજરાતના કમિશનર શ્રી લલિત પાડલિયાઅને જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં રોડ સેફટી ઓથોરીટી, ગુજરાતના કમિશનર શ્રી લલિત પાડલિયાએ ગાંધીનગર સહિત તમામ શહેર અને શહેરની બહારના, નેશનલઅને રાજય કક્ષાના હાઇવે પર તેમજ અન્ય રસ્તા ઉપરના બ્લેક સ્પોટ શોધવા માટે ભાર મુક્યો હતો. તેમણે આવા બ્લેક સ્પોટ નક્કી કરી તે અકસ્માત નિવારણ માટેના ઉપાયો શોધવા પણ ભાર પૂર્વક જણાવ્યું હતું. તે ઉપરાંત નેશનલ તેમજ સ્ટેટ હાઇવે પર આવતા એપ્રોચ જંકશન પર જયાં અકસ્માત સંભવ છે. તે જગ્યા પર જરૂરી સાઇનબોર્ડ કે સ્પીડબ્રેકરની વ્યવસ્થા બાબતે પણ જણાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં થતાં માર્ગ અકસ્માતોનું નિરીક્ષણ અને પરિક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જયાં અવાર નવાર નાના – મોટા અકસ્માતની ઘટના બને તે માટેના કારણોનું નિરીક્ષણ કરવાની વાત પર તેમણે ભાર મુક્યો હતો. તેમજ ઇજાગ્રસ્તોને ઝડપી સારંવાર મળી રહે તે માટેની લોકજાગૃતિ લાવવાની પણ જરૂરી છે. તેમણે માર્ગ પર રબર પેડ, સ્ટ્રીપ, સ્પીડ બ્રેકર, રોડ સાઇનેઝીસ વગેરે મુકવા અને જયાં અકસ્માત થવાની શક્યતા વધુ રહેલી છે કે વખતોવખત અકસ્માત થાય છે, તેવી જગ્યા પર આ બાબતે વધુ ઘ્યાન આપવા પણ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તેમણે સ્કુલના બાળકોને લાવવા લઇ જવાના પરિવહન માર્ગની સલામતી સુનિશ્વિત કરવા તથા વાહન ચાલકોને વાહન ચલાવવામાં અડચણરૂપ થાય તેવા હોર્ડિગ્સ અને અન્ય ઓબ્સ્ટકેલ દૂર કરવાની વાત પણ સંબંધિત અધિકારીઓને ધ્યાને મુકી હતી.

આ બેઠકમાં પદયાત્રીઓના અકસ્માત ધટાડવા બાબત, પ્રાણધાતક અકસ્માતમાં સંડોવાયેલા વાહન ચાલકોના લાયસન્સ જમા કરવા બાબત, જાહેર સ્થળો પરના નો પાર્કિગ ઝોનમાં પાર્કિગ થવા બાબત, ડ્રન્કન ડ્રાઇવીંગ, ઓવર સ્પીડીંગ, રેડ લાઇટ, જમ્પીંગ, હેલ્મેટ, સીટબેલ્ટ, ચાલુ વાહને મોબાઇલ ફોનના ઉપયોગ, રીફલેક્ટીવ, રેડિયમ સ્ટ્રીપ, રીફલેક્ટર્સની જોગવાઇઓની કડક અમલવારી કરવા બાબત, માર્ગ પરના અને ફૂટપાથ પરના દબાણ દૂર કરવા, જિલ્લામાં ચાલતા રોડના કામોનું નિરીક્ષણ આઇઆરસી સીઓડી મુજબ Word traffic management plan મુજબ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સિસ્ટમ રોડ સેફટી ઓથોરીટી દ્વારા બનાવવામાં આવેલા છે, તે મુજબ સ્થળ તપાસણી કરવા બાબત, સ્ટેટ હાઇવે, જિલ્લા માર્ગો પર અન્ય માર્ગો પર અનઅધિકૃત ગેપ ઇન મિડિયન દૂર કરવા બાબત, રોડ સેફટી એન્જીનિયરીંગ લગતી બાબતો, માર્ગ સલામતી જાગૃતિ લાવવાના કાર્યક્રમો જેવી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મુખ્ય રસ્તાઓ પર આવતાં વૃક્ષો, થાંભલાઓ અને અનઅધિકૃત દબાણો દૂર કરવા તેમજ HAZARADS માર્કર લગાવવા બાબત પણ ચર્ચા કરવામાં આવી હતી.

Right Click Disabled!