ગામની વસ્તી : મોનોવી ગામમાં ફક્ત એક જ મહિલા રહે છે

અમેરિકાના ગામનું નામ મોનોવી છે જે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં છે વર્ષ 2010ની વસ્તી ગણતરી અનુસાર, અહીં એક માત્ર વૃદ્ધ મહિલા રહે છે નામ એલ્સી આઈલર છે. હાલ તેની ઉંમર લગભગ 86 વર્ષની છે. એ મહિલા જ ત્યાની બારટેન્ડરથી લઈને લાઈબ્રેરિયન અને મેયર છે. એલ્સી આઈલર વર્ષ 2004થી એકલી જ આ ગામમાં રહે છે 54 હેક્ટરમાં ફેલાયેલો મોનોવી ગામ અગાઉ વસવાટ કરતું હતું.
એક અહેવાલ મુજબ 1930 સુધી અહીં 123 લોકો રહેતા હતા પરંતુ તે પછી વસ્તી ધીરે ધીરે ઓછી થવા લાગી. 1980 સુધીમાં ફક્ત 18 લોકો જ આ ગામમાં બચ્યા હતા બાદ 2000 સુધી ફક્ત અહીંયા બે લોકો જ બચ્યા હતા એલ્સી આઈલર અને તેનો પતિ રૂડી આઈલર 2004માં રૂડી આઈલરનું અવસાન થઈ ગયું જેના બાદ એલ્સી એકલી જ રહી ગઈ 86 વર્ષીય એલ્સી ગામમાં જ એક બાર ચલાવે છે જ્યા અન્ય રાજ્યો સિવાય બીજા દેશોથી પણ લોકો આવે છે લોકો ખાસ કરીને ઉનાળાના દિવસોમાં કુદરતી સૌંદર્ય માણવા માટે આ ગામ આવે છે.
એલ્સીએ પોતાના બારમાં મદદ માટે કોઈને પણ નોકરી પર રાખ્યા નથી જે લોકો અહીંયા આવે છે તેઓ જ એની મદદ કરે છે એટલું જ નહીં મોનોવી ગામમાં એક પોસ્ટ ઑફિસ પણ છે જેની રચના વર્ષ 1902માં થઈ હતી પરંતુ ઘટતી વસ્તીને કારણે 1967માં આ પોસ્ટ ઑફિસ બંધ થઈ ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે આ ગામ છોડવા પાછળ રોજગારીનું મુખ્ય કારણ હતું.
