ગાયને બચાવવા જતા પલટી કાર, ઈલેક્ટ્રિક બોર્ડના JENનું ઘટના સ્થળે મોત

ગાયને બચાવવા જતા પલટી કાર, ઈલેક્ટ્રિક બોર્ડના JENનું ઘટના સ્થળે મોત
Spread the love

પાલી જિલ્લાના શિવપુરા પોલીસ સ્ટેશન ક્ષેત્રના સોજત-જાડન ફોરલેન પર શુક્રવારે બપોરે ગાયને વચાવવાના ચક્કરમાં એક કાર અસંતુલિત થઇને પલટાઇ ગઇ. આ ઘટનામાં કાર ચાલક ડિસ્કોમ જેઈએનનું મોત થયું છે. પોલીસે મૃતકના શવને પાલીના બાંગડ હોસ્પિટલની મોર્ચરીમાં રાખ્યું છે. શિવપુરા પોલીસ સ્ટેશન અધિકારી અનુસાર, ઝૂંઝુનૂં જિલ્લાના લાખૂના ચિડાવા નિવાસી આઝાદ યાદવ કે જેઓ ડિસ્કોમમાં જેઈએનના પદે કાર્યરત હતા, તેઓ શુક્રવારે પોતાની કાર લઇ પોતાની પત્ની પાસે ઘરેલૂ સામાન લઇ સિરોહી જઇ રહ્યા હતા.

સોજત-જાડન ફોરલેનની નજીક અચાનક એક ગાયને બચાવવાના ચક્કરમાં કાર અનિયંત્રિત થઇ ગઇ રસ્તા કિનારે દૂર તરફ જઇને પલટાઇ ગઇ. જેમાં આઝાદ યાદવનું મોત થયું છે. સૂચના મળતા શિવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. શવને બાંગડ હોસ્પિટલની મોર્ચરીમાં રાખ્યું. પોલીસે જણાવ્યું કે, પરિજનોના આવ્યા પછી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવશે.

9 મહિના પહેલા થયા હતા લગ્ન

જેઈએન યાદવના લગ્ન 8 નવેમ્બર 2019ના રોજ ખાતનખેજા બહરોડ જિલ્લા અલવર નિવાસી આશાની સાથે થયા હતા. જે સિરોહી જિલ્લામાં થર્ડ ગ્રેડ અધ્યાપિકાના પદે કાર્યરત છે. ત્રણ દિવસની રજા હોવાના કારણે આઝાદ યાદવ શુક્રવારે પત્ની આશાની પાસે જ જઇ રહ્યા હતા. તેની વચ્ચે આ ઘટના બની.
સોજતની પાસે રોડ અકસ્માતમાં શિકાર થયેલા આઝાદ યાદવ લગભગ 3 વર્ષ પહેલાજ વીજળી નિગમમાં જોડાયા હતા. ચિડાવામાં સિટી જેઈએનના પદે કાર્યરત હતા. એક્સઈનએન અશોક ચૌધરી, એઈએન આરસી જાંગલવાએ દુઃખ વ્યક્ત કર્યું છે. રોડ અકસ્માતમાં ડિસ્કોમ જેઈએન યાદવના મોત પછી દુઃખનો માહોલ છે. બપોરે સોશિયલ મીડિયા પર તેમના મોતના સમાચાર આવ્યા પછી લોકો શોકાતુર છે.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

IMG_20200830_091233.jpg

Right Click Disabled!