ગારિયાધારમાં પુ. મોરારિબાપુને ઝેડ સુરક્ષા તથા પબુભા સામે ફોજદારી કાર્યવાહીની માંગ

ગારિયાધારમાં પુ. મોરારિબાપુને ઝેડ સુરક્ષા તથા પબુભા સામે ફોજદારી કાર્યવાહીની માંગ
Spread the love

ગારીયાધાર ખાતે મામલતદારનેઆવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી કે મોરારીબાપુ પર 18 -6-20ના રોજ દ્વારકામાં થયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને વખોડવા લાયક છે અને રાજ્ય સરકારને ફોજદારી કાર્યવાહીની માંગ કરવામા આવી. પત્રકારો સાથે વાત કરતાં સામાજિક અગ્રણી શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે પુ.મોરારીબાપુ એક વૈશ્વિક મહાવિભુતી છે.તેમના પર હુમલાનો પ્રયાસ અત્યંત ધૃણિત ઘટના તરીકે લેખવી જોઈએ. હુમલાનો પ્રયત્ન કરનાર પૂર્વ ધારાસભ્ય શ્રી પબુભા માણેકની સામે રાજ્ય સરકારે ફોજદારી કાર્યવાહી કરી અને કાયદાનું સુચારુ વાતાવરણ નિર્માણ કરવું જોઈએ. એટલું જ નહીં ભારત સરકારે દેશના વીઆઈપીઓને મળતી ઝેડ કક્ષાની સુરક્ષા મોરારિબાપુને આપવી જોઇએ.

જેથી આવા કૃત્યોને રાષ્ટ્રીય અપરાધની વ્યાખ્યામાં જોડી શકાય. જાહેરજીવનના લોકોએ આ ઘટનાને સખત રીતે વખોડી કાઢવી જોઈએ. સર્વ સમાજના શ્રી અંબાશંકરભાઈ શ્રી કનુભાઈ દેગડા,રવીગીરી ગોસ્વામી,કથાકાર વિનુભાઇ શાસ્ત્રી, ધીરુભાઈ ડોડિયા, વગેરે જોડાયા હતાં. એક અન્ય આવેદનપત્ર ગારિયાધારના વૈષ્ણવ સાધુ સમાજે સુપરત કર્યું હતું .જેમાં આવી ઘટનાઓ સામાજિક વ્યવસ્થાને તોડતી હોવાનો મત વ્યક્ત કર્યો. રાજ્ય સરકારે હુમલાના પ્રયાસને દાબી દેવા ઉદાહરણરૂપ પગલાં લેવાં જોઈએ અને અસામાજિકોને બરાબર પાઠ ભણાવવો જોઈએ.જેમા સાધુ સમાજના શ્રી માધવદાસ ગોંડલીયા શ્રી જમનાદાસ ભાઈ મોરબાવાળા,શ્રી બાબુભાઈ વગેરે સામેલ હતાં. તાલુકાભરમાંથી મોટીસંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતાં.

IMG-20200620-WA0021-0.jpg IMG-20200620-WA0022-1.jpg

Right Click Disabled!