ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યાં

ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યાં
Spread the love

મેઘરાજાએ કેટલાક દિવસથી વિરામ લીધા બાદ છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. શનિવારે સાંજે સાડા ત્રણ વાગ્યાના અરસામાં એકાએક વાતાવરણ બદલાતા સાપુતારા સહિત તળેટીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.સતત અડધો કલાક ધોધમાર સ્વરૂપે વરસેલા 16 mm વરસાદ નોંધાયો હતો. વરસાદી હેલીથી સાપુતારાના સ્વાગત સર્કલ પર પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી.

જોકે વરસાદ બંધ થતાં પાણી નીકળી જતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. સાપુતારા માં વરસાદને પગલે ઘાટ માર્ગમાં અનેક ઝરણા,કોતરોમાં પાણી થી તરબોળ થઈ જતા સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.તેમજ ગિરિકન્દ્રાઓ માં ધૂમમ્સ ની ચાદર પથરાતા આહલાદક નજારો જોવા મળતા સહેલગાહે આવેલા સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો. સાપુતારા ખાતે ધોધમાર વરસાદ ને પગલે સ્વાગત સર્કલ પાસે પાણી નો ભરાવો થયો હતો.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200801-WA0040.jpg

Right Click Disabled!