ગુજરાતના જાણીતા નાટ્ય કલાકાર પ્રા. કમલ જોષીએ કોરોના જાગૃતિ અંગે સાવચેતી એ જ સલામતીની અપીલ કરી

ગુજરાતના જાણીતા નાટ્ય કલાકાર પ્રા. કમલ જોષીએ કોરોના જાગૃતિ અંગે સાવચેતી એ જ સલામતીની અપીલ કરી
Spread the love

લુણાવાડા,
નોવેલ કોરોના વાયરસ (COVID 19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસની પરીસ્થિતિને ધ્યાને લેતાં રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકારનીસમયાંતરે મળેલ સૂચનાઓ ધ્યાને લઇ સૌએ સાથે મળી સરકારની સાથે ઉભા રહી કોરોના વાઇરસને લડત આપવાની અપીલ કરતા ગુજરાતના જાણીતા નાટ્ય કલાકાર પ્રા. કમલ જોષીએ કોરોના જાગૃતિ સંદેશ આપતા જણાવ્યું કે,આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં આ વાઇરસ એટલો બધો ફેલાયો નથી પરંતુ જો આપણે સાવધાની નહી રાખીએ તો અન્ય પીડીત દેશો જેવી પરિસ્થિતિ થતા વાર નહી લાગે માટે સૌએ સરકારના પ્રયાસોમાં સહભાગી બની જવાબદાર નાગરીક તરીકેની ફરજો અદા કરવી જોઇએ આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ સ્વસ્થ તો જગ સ્વસ્થ નો સંદેશ આપ્યો છે તેનું પાલન કરતા માત્ર ૨૨ માર્ચે જનતા કરફ્યુનો અમલ કરી સ્વયં શિસ્તનો અમલ કરીએ હાલના સંજોગોમાં કોરોના વાઇરસ અંગે રસી ઉપલબ્ધ નથી ત્યારે સ્વયં અનુશાસનથી તેને અટકાવી શકીએ છીએ. જેમ કે હાથ સાબુથી સારી રીતે ધોવા અને ત્યારબાદ જ શરીરના અંગો આંખ,મોં અને નાકને સ્પર્શ કરવો, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી ઢાંકવું, એકબીજાથી એક મીટર દૂર રહેવું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ચેપી વ્યક્તિથી દૂર રહેવું, ભીડવાળી જગ્યાએ જવું ટાળવું, તે સલામતી માટે યોગ્ય છે.એકબીજાને હાથ મિલાવી અભિવાદન ન કરતાં બે હાથ જોડી નમસ્તે ઇન્ડીયા કહી આપણી સંસ્કૃતિને ઉજાગર કરીએ.

Right Click Disabled!