ગુજરાતના જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ કોરોના અંગે જનજાગૃતિ સંદેશ આપ્યો

ગુજરાતના જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ કોરોના અંગે જનજાગૃતિ સંદેશ આપ્યો
Spread the love
  • ભારતીય સંસ્કૃતિ મુજબ બે હાથ જોડી પ્રણામ કરી અભિવાદન કરીએ

લુણાવાડા,
હાલમાં નોવેલ કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વાઇરસે ભારત અને ગુજરાતમાં પણ પગ પેસારો કર્યો છે. સરકાર દ્વારા તેને નિયંત્રણમાં લેવા ભરપુર પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે જાહેર જનતાએ પણ તેમાં સહયોગ આપી આ રોગથી ડર્યા વગર સાવચેતીનાં પગલાંઓ લેવા જાહેર જનતાને ગુજરાતના જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ જનજાગૃતિ સંદેશ આપ્યો.
તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાઇરસ એક રીતે ટોક ઓફ ધી વર્લ્ડ વૈશ્વિક ચર્ચાનો મુદ્દો છે. ચીન ઇટાલી જેવા દેશોમાં આ વાઇરસના દુષપરીણામોને ધ્યાને લઇ સરકારે જે સતર્કતા અને સક્રીયતા રાખી છે તે અભિનંદનને પાત્ર છે. પરંતુ આ વાઇરસ વિશ્વભરમાં અને આપણા દેશમાં પણ પ્રવેશી ગયો છે ત્યારે નાગરીકોનું ઉત્તરદાયિત્વ પણ વધી જાય છે. એક પ્રબુધ્ધ નાગરીક તરીકે જન જાગૃતિનો સંદેશ આપતા નીડર બની આવી પડેલી આ મહામારીનો સામનો કરી તેને લડત આપવા સરકાર દ્વારા આપેલ દિશા નિર્દેશોનું પાલન કરીએ. ભીડભાળવાળી જગ્યાપએ જવાનું ટાળવું, અન્યા વ્યીકિતઓના સંપર્કથી દૂર રહેવું, વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે મોઢું અને નાક ઢાંકીને રાખવા, પૂરતા પ્રમાણમાં આરોગ્ય પ્રદ ખોરાક લેવો તેમજ વધુ માત્રામાં પ્રવાહી પીવું, સાથોસાથ પૂરતી ઉંઘ લેવી તેમજ કોઇ ખાસ જરૂરીયાત ના હોય તે સિવાય ઘરથી બહાર નિકળવાનું ટાળીએ. વિગેરે જેવી કાળજી રાખવાથી આ રોગથી બચી શકાય છે. એક બીજાને મળીએ ત્યારે હસ્તધૂનન ન કરતા આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ બે હાથ જોડી પ્રણામ કરી અભિવાદન કરી કોરોના વાઇરસની આ આવી પડેલી મહામારીનો સૌ સાથે મળી નીડરતાથી સામનો કરીએ.

Right Click Disabled!