ગુજરાતના પોલીસ મથકોમાં ભંગાર થઈ રહ્યાં છે 28 હજાર જેટલાં વાહનો

ગુજરાતના પોલીસ મથકોમાં ભંગાર થઈ રહ્યાં છે 28 હજાર જેટલાં વાહનો
Spread the love
  • જપ્ત કરાયેલાં વાહનોમાં 75 ટકા ટુ-વ્હીલર, 20 ટકા કાર અને 5 ટકા ટ્રક-બસ-ટેમ્પો છે

રાજ્યના પોલીસ સ્ટેશનોમાં પડેલાં જપ્ત થયેલાં વાહનો વેચી દેવામાં આવે તો 162 કરોડ કરતા વધુની આવક સરકાર મેળવી શકે એમ છે, જેનાથી પોલીસ સ્ટેશનો પણ નવાનક્કોર બની જશે. જોકે આ માટે ભંગાર થઈ ચૂકેલી સિસ્ટમ બદલવાની જરૂ છે. રાજ્યભરમાં 28,749 વાહનો જપ્ત થયેલાં પડ્યાં છે. જે ભંગાર બની રહ્યા છે. પોલીસ એમ કહીને હાથ અદ્ધર કરી દે છે કે અમે કાયદો અને વ્યવસ્થા સંભાળીએ કે આ બધું કરીએ? અને સરકારના અન્ય વિભાગોને આ કામમાં કોઈ રસ નથી.

આ ખડકલા પાછળનાં 5 મુખ્ય કારણ

  • ચોરાયેલા વાહનો ખરીદવામાં કોઈ રસ લેતા નથી
  • કોર્ટ કેસો પેન્ડિંગ હોવાથી વાહનોનો નિકાલ થઈ શકતો નથી
  • મોટાભાગના બુટલેગરોના વાહનો છે જે પકડાયા પછી છોડાવતા નથી
  • ચોરાયેલા વાહનો હોવાથી માલિકને ખબર નથી હોતી કે તેનું વાહન ક્યાં પડ્યું છે
  • વાહનો પર ટેક્સ કે દંડની રકમ વધારે હોવાથી માલિક ગાડી છોડાવવામાં રસ લેતા નથી

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

FB_IMG_1598702230855-1.jpg FB_IMG_1598702226001-0.jpg

Right Click Disabled!