ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, હોટલના રિનોવેશન માટે 10 કરોડ સુધીની સહાય

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, હોટલના રિનોવેશન માટે 10 કરોડ સુધીની સહાય
Spread the love
  • ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર
  • હેરિટેજ હોટલ, બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ શરૂ કરી શકાશે
  • હોટલ રિનોવેશન માટે 5થી 10 કરોડ સુધીની સહાય

અમદાવાદ : CM વિજય રૂપાણી દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી (gujarat heritage tourism policy) જાહેર કરવામાં આવી છે. નવી પોલિસી અંતર્ગત ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં 1 જાન્યુ. 1950 પહેલાનાં હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી હેરિટેજ ટુરીઝમ પોલિસીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી (gujarat heritage tourism policy) જાહેર થતાં જ ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાંઓ તેમજ મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે.

આ સાથે જ રાજ્યમાં રાણકી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના કિલ્લાઓ, મહેલો, ઐતિહાસિક વિરાસતનું મહત્વ ધરાવતી ઇમારતોમાં પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે. આ પોલિસીથી રાજ્યનાં પ્રવાસન અને ટુરિઝમ સેક્ટરને પણ મંજૂરી મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી નાંખી છે. સ્થાનિક સ્તરે રોજગારની તકોની સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતનો ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ કરવામાં આવ્યો છે.

હોમ સ્ટે પોલિસીમાં પણ ફેરફાર કરાયાં

હોમ સ્ટે પોલિસી અંતર્ગત ગુજરાતનું ગ્રામીણ જીવન, સંસ્કૃતિ અને ઇતિહાસ તેમજ પરંપરાગત ધરોહરને જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોનાં પ્રવાસીઓને પોષાય તેવાં દરે સ્વચ્છ સુવિધાયુક્ત આવાસ સુવિધા મળશે. જેમાં 1થી 6 રૂમ સુધીના આવાસો હોય અને પરિવાર સાથે જેઓ વસવાટ કરતા હોય તેવાં વ્યક્તિઓ હોમ સ્ટે તરીકે પોતાનું ઘર આપી શકશે. હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ પણ મળશે. ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ પણ મળશે. સૌર ઊર્જાનાં ઉપયોગ માટે પણ પ્રોત્સાહિત કરાશે. ગુજરાત ભરમાં હાલમાં 100 જેટલાં હોમ સ્ટે કાર્યરત છે જેમાં હવે નવા હોમ સ્ટેનો ઉમેરો કરાશે. આમ, ગ્રામીણ રોજગારીની સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલી ઉઠશે.

હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં શું શું રહેશે ?

આ પોલિસી અંતર્ગત હેરિટેજ હોટલમાં રિનોવેશન એક્સપાન્શન માટે રૂ. 5થી 10 કરોડ સુધીની સહાય આપવાનો નિર્ણય. હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટને નવા શરૂ કરવા કે રિનોવેશન રિસ્ટરેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે. પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસીડી મહત્તમ પ્રતિ વર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે.

IMG-20200911-WA0000.jpg

Right Click Disabled!