ગુજરાતનો એક એવો રાજા કે જે નિયમિત ખાતો હતો ઝેર, શરીર પર જો માખી પણ બેસતી તો મરી જતી

ગુજરાતનો એક એવો રાજા કે જે નિયમિત ખાતો હતો ઝેર, શરીર પર જો માખી પણ બેસતી તો મરી જતી
Spread the love

આજના આ આર્ટીકલ મા અમે તમને ગુજરાતના એક એવા રાજા વિશે જણાવીશું કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. ગુજરતના મહમદશાહ સાથે ઘણા રહસ્યો અકબંધ છે. તેને ઈતિહાસમા મહમદ બેગડાના નામથી પણ ઓળખવામા આવે છે અને તે ગુજરાતના સામ્રાજ્યના છઠ્ઠા બાદશાહ હતા. તેઓનુ અંગત જીવન પણ અજીબોગરીબ હતુ.

તે નિયમિત ઝેર પીતા હતા અને રોજનુ ૩૫ કિલો ભોજન આરોગતા હતા. નાની ઉંમરમા જ મહમદ બેગડાએ તેના પિતા ને ગુમાવી દીધા હતા. આ બાદ તેને જ ગાદી પર બેસાડવામા આવ્યા હતા. તેઓ ખુબ જ લાંબી મૂંછો તેમજ દાઢી રાખતા હતા. તેઓ ની મૂંછો લાંબી તેમજ રેશમી હતી કે તે તેને સાફાની જેમ પોતાના માથા પર બાંધી લેતા હતા અને દાઢી પણ કમર સુધીની લાંબી હતી.

તેઓની આ લાંબી મૂછોમા જ તેઓ ની ભૂખ નુ રાઝ છૂપાયેલું હતું. તે પોતાના મંત્રીમંડળ મા પણ લાંબી દાઢી-મૂછોવાળા ને વધુ પ્રાધાન્ય આપતા હતા. તેના મોટાભાઇ સુલતાન કુત્બુદી્ન અહમદશાહ નુ મૃત્યુ ઝેર આપવાથી થયું હતું. તેને પણ આવું ભોગવવુ ન પડે માટે તે સાવચેતી રૂપે બાળવય થી જ એક પ્રકાર ના ઝેર નુ સેવન કરવાની તેને ટેવ પાડવામા આવી હતી.

આથી એમ કહેવાય છે કે તેના શરીર ઉપર માખી બેસતી તો તે પણ મરી જતી. એની ભૂખ અસીમ હતી. સવારે નાસ્તામા તે ૧૫૦ જેટલાં કેળાં ની સાથોસાથ એક પ્યાલો ઘી અને એક પ્યાલો મધ પીતો હતો. તેના દૈનિક ભોજન નુ વજન ગુજરાતી તોલ પ્રમાણે એક મણ જેટલુ હતું. તે વારંવાર અલ્લાહે ને કહેતો હતો કે જો તેને સુલતાન ન બનાવ્યો હોત તો તેની ભૂખ કેવી રીતે સંતોષવામા આવતી. તે આ ખોરાક પ્રમાણે બાંધે શક્તિશાળી પણ હતો. તે પોતાની તાકાત થી તે મદમસ્ત હાથી ને પણ ભગાડી શકતો પરંતુ દુનિયા મા મહમદ બેગડો એકલો ઝેર નું સેવન કરનારો એકલો રાજા ન હતો.

સમગ્ર વિશ્વ મા એવા ઘણા રાજા-મહારાજા હતા. રોજ ઝેર ના સેવન થી શરીર ને ઝેરીલું બનાવવા ની આ પ્રક્રિયા ને મિથ્રિડાયટિઝમ કહેવાય છે. આ પદ્ધતિ થી શરીર મા ધીમે-ધીમે ઝેર નાખી ને રોગપ્રતિકારક શક્તિ ને વધારવામા આવે છે. મિથ્રિડાયટિઝમ નો ઈતિહાસ પણ તેના નામ ની જેમ જ રસપ્રદ છે. પોંટસ તેમજ આર્મેનિયા ના રાજા Mithridates VI ના ડર થી આ શબ્દ આવ્યો હતો. આ રાજા ના પિતા ને ઝેર આપીને મારવામા આવ્યા હતા. જે બાદ રાજા એટલો ગભરાઈ ગયો હતો કે તેણે પોતાને પણ ઝેર થી કોઈક મારી નાખશે એમ સમજી ને તે નિયમિત ઝેર પીવા લાગ્યો હતો કે જેથી તેનુ મૃત્યુ ઝેર ના લીધે ન થાય.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

IMG_20200808_122428-1.jpg IMG_20200808_122502-2.jpg IMG_20200808_122355-0.jpg

Right Click Disabled!