ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં શિવલિંગ જમીન પર આડું છે, જાણો તેની ખાસિયતો…!

ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં શિવલિંગ જમીન પર આડું છે, જાણો તેની ખાસિયતો…!
Spread the love
  • શું તમે ક્યારેય જમીન પર આડા શિવલિંગ વિશે તમને ખબર છે? તો ચાલો તમને જણાવીએ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવાલયો અને સંગમ સ્થાન ધરવતા ખેડા જીલ્લામાં પણ ઉત્કંઠેશ્વર ખાતે શિવભક્તોના ઘોડાપુર ઉમટે છે. આ શિવાલયનું નિર્માણ પાંડવોએ કર્યું હોવાની માન્યતા છે.

કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર ખાતે આવેલા શિવજીના દર્શન સાક્ષાત હિમાલયમાં શિવજીના દર્શન
શું તમે ક્યારેય જમીન પર આડા શિવલિંગ વિશે તમને ખબર છે? તો ચાલો તમને જણાવીએ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવાલયો અને સંગમ સ્થાન ધરવતા ખેડા જીલ્લામાં પણ ઉત્કંઠેશ્વર ખાતે શિવભક્તોના ઘોડાપુર ઉમટે છે. આ શિવાલયનું નિર્માણ પાંડવોએ કર્યું હોવાની માન્યતા છે. કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર ખાતે આવેલા શિવજીના દર્શન સાક્ષાત હિમાલયમાં શિવજીના દર્શન કર્યાની અનુભૂતિ ભક્તો કરે છે. શિવલિંગનો જળાભિષેક મંદિરમાંથી ખળખળ વહેતું પાણી કરે છે. આ ઉત્કંઠેશ્વર મંદિરને લઇ એક લોકવાયકા પણ છે, જે અનુસાર વર્ષો પહેલા અહીં જાંબલી ઋષિનો વસવાટ હતો ત્યારે વાત્રક નદીના કાંઠે તેમને એક મહાયજ્ઞ કર્યો અને ભંડારમાંથી ભોજન જમવા મહંતોને આમંત્રણ આપ્યું.

પરંતુ ભોજન માટે આવેલા સાધુઓએ જણાવ્યું કે તેઓ શિવજીના દર્શન કર્યા વિના ભોજન ગ્રહણ કરતાં નથી. ત્યારે ઋષિ જાંબલીએ પોતાની ઉત્કંઠાથી શિવલિંગ ઉત્પન્ન કર્યુ. આ શિવલિંગનો જળાભિષેક કરી અને સાધુઓએ ભોજન ગ્રહણ કર્યુ. ત્યારથી આ શિવજી ઉત્કંઠેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત થયા. જ્યારે અમાસના દિવસે ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાય છે. જેમાં રાજ્યભરમાંથી શિવભક્તો ઉમટી પડે છે. આ મંદિરની ખાસ વાત એ છે તે તેમાં શિવલિંગ જમીનમાં આડું છે, જે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ નથી. શ્રાવણ માસમાં દર સોમવારે અને રવિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરની મુલાકાતે આવે છે.  અહીં શ્રાવણ માસમાં લોકો અલગ અલગ ધાર્મિક વિધિ માટે પણ આવે છે.

IMG_20200802_202217.jpg

Right Click Disabled!