ગુજરાતમાં પાન મસાલાની દુકાનો, મોલ, પાર્ટી પ્લોટ સહિતના જાહેર સ્થળો બંધ

Spread the love

ગાંધીનગર,
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાચવેતીના ભાગરૂપે કેટલાક પગલા હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર ૩૧ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. સુરતમાં મલ્ટીપ્લેક્સ,સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય ૧૯ થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે.

હોટલ,રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો, જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. રાજકોટમાં થીએટર, મોલ, ૧૭૦ બગીચા, રેસકોર્સ ગ્રાઉન્ડ, પાનના ગલ્લા, ચાના થડા બંધ રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત રાજ્યભરના મોટાભાગના મંદિરો બંધ રાખવા પણ જણાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ તમામ મોલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Right Click Disabled!