ગુજરાતમાં ભયાનક કોરોનાનો પ્રવેશઃ કુલ સાત દર્દી પોઝિટિવ

Spread the love

ગાંધીનગર,
ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે ૨ હતી તે એક દિવસમાં જ વધીને આજે ૭ થઈ ગઈ છે. અમદાવાદમાં એક જ દિવસમાં ૩ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ૨ મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાના બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ભારે ફફડાટ અને ખળભળાટ વ્યાપી ગયો છે તથા સમગ્ર આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રને ખડેપગે રહેવાના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી અને યુવક લંડનથી આવ્યો હતો. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાંથી એક યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર કરાઈ છે. અગાઉ આરોગ્ય કમિશનર સુશ્રી જયંતિ રવિએ જણાવ્યું છે કે, અત્યારસુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યÂક્તના છે, કોઈ લોકલ કે ડોમેÂસ્ટક સિટિઝન કેસ પોઝિટિવ આવ્યો નથી. અમદાવાદમાં જે ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા તે દર્દીઓ હોમ આઇસોલેશનમાં હતા એટલે વધુ કોઈને તેમનો ચેપ લાગવાની શકયતા ઓછી જણાય છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ મોટા ભાગના શહેરોમાં લોકોને એક સ્થળે એકત્ર થવા પર ટાળવા કલમ-૧૪૪નો અમલ તાત્કાલિક અસરથી લાગુ કરીને ચાર કરતાં વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સાથે સાથે પાનના ગલ્લા સહિત શોપિંગ-મોલ,બજારો,ક્લબ,Âસ્વમિંગ પુલ વગેરે પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદના પોઝિટિવ કેસની બન્ને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની છે. એક ન્યુયોર્ક અને એક મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે યુવક લંડનથી પરત ફર્યો હતો. ન્યૂયોર્કથી આવેલી મહિલા ૧૪ માર્ચે આવી હતી. ૩ દિવસ ઘરે રહ્યાં બાદ ૧૭મીએ જીફઁમાં દાખલ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી મહિલા અમદાવાદ ૧૩મી માર્ચે આવી હતી અને ૧૬મી માર્ચે જીફઁમાં દાખલ કરવામાં આવી છે.
દરમ્યાનમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના ૭ કેસો પોઝિટિવ નોંધાયા છે. જેમાં અમદાવાદમાંથી ૩ કેસો નોંધાયા છે. આ સિવાય વડોદરમાં બે અને સુરત-રાજકોટમાં એક-એક કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે. આ તમામ દર્દીઓની ઉંમર ૩૫ વર્ષથી વધુ નથી.
જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે, કોરોનાની તકેદારીના ભાગ રુપે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. ગુજરાતમાં જે પાંચ કેસો સામે આવ્યા છે, તે તમામ વિદેશથી પ્રવાસ કરીને આવેલા છે. આ વાઈરસ વધારે ના ફેલાય તે માટે વિદેશથી જે લોકો આવ્યા હોય તેમને સહકાર આપવો જાઈએ. જે લોકો વિદેશથી આવ્યા હોય, તેમણે સ્વૈÂચ્છક હોમ ક્વોરેન્ટાઈન કરવું જાઈએ. આ સિવાય બાળકો અને વૃદ્ધોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ગુજરાતમાં જે ૫ કેસો નોંધાયા છે, તેમના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઈ કરવામાં આવ્યા છે.
સચિવે જણાવ્યું કે, ગુજરાતમાં ૪૯૨ લોકોને ઘરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે કોરોનાના શંકાસ્પદ કેસો છે, તેમને વેÂન્ટલેટર પર રાખવામાં આવ્યા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૫૦ કેસોની તપાસ કરવામાં આવી છે, તેમાંથી ૧૨૩ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ૫ કેસો પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત ૨૨ જણાના રિપોર્ટ આવવાના બાકી છે.
જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના ૫ પોઝિટિવ દર્દીઓ વિદેશથી આવેલા છે. જેમાં અમદાવાદના બે દર્દીઓ અમેરિકાથી આવ્યા છે. આથી જે લોકો ગઈકાલે બહારથી આવ્યા છે, તેમને ડોર ટૂ ડોર સર્વે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વિદેશથી આવેલા મુસાફરોના સંપર્કમાં આવ્યા હોય, તેવા લોકોનું પણ ચેકઅપ કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકો કોરોના શંકાસ્પદ જણાશે તેમના હાથ ઉપર સ્ટેમ્પ લગાવવામાં આવશે.

Right Click Disabled!