ગુજરાતમાં 11 હજાર કરોડનું રોકાણ આવ્યું

ગુજરાતમાં 11 હજાર કરોડનું રોકાણ આવ્યું
Spread the love

ગાંધીનગર કોરોનાના સંક્રમણ કાળમાં પણ ગુજરાતે અવિરત વિકાસની કેડી પર આગળ વધવાનું ચાલુ રાખ્યું હોવાનું જોવા મળતા પાંચ જેટલા પ્રોજેક્ટમાં બહારથી રોકાણ કરનારાઓ આગળ આવ્યા હતા. આ રોકાણકારોએ મળીને રૂા.11000 કરોડનું રોકાણ કર્યું હોવાનું આજે વેબિનારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ ંહતું. વેદાન્તા રૂ. 4500 કરોડ, કિરી ઇન્ડસ્ટ્રીઝ રૂ. 3000 કરોડ, વેલસ્પન ગૃપ રૂ. બે હજાર કરોડ અને ેંર્શં મીન્ડા ગૃપે રૂ. 1000 કરોડના રોકાણોની જાહેરાતો કરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે મેકસીમમ ગર્વનન્સ મિનીમમ ગર્વમેન્ટનો ધ્યેયેને વરેલા ગુજરાતમાં પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો અભિગમ-સિંગલ વિન્ડો કલીયરન્સ-પોલિટીકલ સ્ટેબિલીટીથી ગુજરાતે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની વિચારસરણીને એક નવી જ દિશા આપી છે. તેથી જ ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. આ સાથે જ તેમણે દેશ-દુનિયાના ઊદ્યોગકારો-રોકાણકારોને ગુજરાતમાં વ્યાપક રોકાણ માટે આહવાન કર્યું હતું. તેમણે રોકાણકારોને તેમની સરકાર માત્ર ઇન્વેસ્ટર્સ તરીકે નહિ રાજ્યની સર્વગ્રાહી વિકાસયાત્રાના, સુખ-સુવિધા વૃદ્ધિના ભાગીદાર પાટર્નર તરીકે પ્રોત્સાહનો આપતી હોવાનું જણાવ્યુ ંહતું.

કોરનાના સંક્રમણના આ કાળમાંે ઊદ્યોગો-વેપાર ધંધા, રોજગારને આ મહામારીની અસરથી ફરી ચેતનવંતા કરવા, નુકશાનીમાંથી બેઠા કરવા સંપૂર્ણ સહયોગ મદદની નેમ સાથે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર0ર0 લોંચ કરેલી છે. ગુજરાત આજે ઓટો અને ઓટો કોમ્પોનન્ટ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, ટેક્ષટાઇલ, જેમ્સ જવેલરી જેવા બહુવિધ ઊદ્યોગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉભરી આવ્યું છે.

EfnXbLMUcAEYjon.jpg

Right Click Disabled!