ગુજરાતી ફિલ્મોને નિયમ નેવે મૂકી સબસિડી ચૂકવાઇ : પરેશ ધાનાણી

ગુજરાતી ફિલ્મોને નિયમ નેવે મૂકી સબસિડી ચૂકવાઇ : પરેશ ધાનાણી
Spread the love

અમદાવાદ, ગુજરાતી ફિલ્મોને અપાતી સબસિડીમાં વ્યાપકપણે ગેરરીતિ થઇ રહી છે.18 ગુજરાતી ફિલ્મોને નિયમો નેવે મૂકીને 4 કરોડ વધુ સબસિડી ચૂકવવામાં આવી છે એટલુ જ નહીં, ફિલ્મોને સબસિડી આપવાના નિયમો ઘડનારી કમિટીના સભ્યોએ ફિલ્મો બનાવી કરોડો રૂપિયાનો લાભ લઇ લીધો છે. આ મામલે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તપાસ કરવા માંગ કરી છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન મળે તે માટે નવી ફિલ્મ નીતિ મુજબ ફિલ્મ નિર્માતાઓને સબસિડી ચૂકવાય છે. પણ ફિલ્મની સબસીડી ચૂકવવામાં ય ગેરરીતી થઇ રહી છે તેવો આક્ષેપ કરતા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ કે, જાન્યુઆરી-2020માં 37 ગુજરાતી ફિલ્મોને ગુણાકંન આધારિત સબસિડી આપવા નક્કી કરાયુ હતું.

તે વખતે માહિતી પ્રસારણ વિભાગ દ્વારા સ્ક્રિનીગ ગોઠવવામાં આવ્યુ હતું. આ 37 ગુજરાતી ફિલ્મો પૈકી 18 ફિલ્મો એવી હતીકે, જે વર્ષ 2016 , વર્ષ 2017 અને વર્ષ 2018ની સબસિડી નીતિ હેઠળ આવતી ન હતી.આમ છતાય વર્ષ 2019ની ફિલ્મ નીતિ મુજબ આ 18 ફિલ્મોને સબસિડી પેટે વધારાના 4 કરોડ ચૂકવી દેવાયા હતા ધાનાણીએ એવો આક્ષેપ કર્યો કે આ પ્રકરણમાં સબસિડી નિયમો ઘડનારી માઇક્રો લેવલ કમિટીના સભ્યોએ ફિલ્મો બનાવી સબસિડીનો લાભ લઇ લીધો હતો.નિયમો ને નેવે મૂકીને કમિટીના સભ્યોએ પોતાની ફિલ્મોને ફાયદો કરાવી બારોબાર કરોડો રૂપિયા સબસિડી મેળવી લીધી છે. બીજી તરફ, અન્ય ફિલ્મ નિર્માતાઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે જેના કારણે આ સમગ્ર પ્રકરણની તપાસ કરી ફિલ્મ નિર્માતાઓ પાસેથી સબસિડીની રકમ પરત કરવા કાર્યવાહી કરવી જોઇએ.

photo_1600125132384.jpg

Right Click Disabled!