ગુજરાત : આ જગ્યાએ 8 યુવતીઓ અને 11 લોકો હોટલમાં જઈને માણી રહ્યા હતા…

ગુજરાત : આ જગ્યાએ 8 યુવતીઓ અને 11 લોકો હોટલમાં જઈને માણી રહ્યા હતા…
Spread the love

ગુજરાતમાં અવાર-નવાર કૂટણખાના પકડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી આવી જ એક હાઈપ્રોફાઈલ કૂટણખાનાની ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી બે હોટલોમાં ચાલી રહેલો દેહવ્યાપરનો ગોરખધંધો મહિધરપુરા પોલીસે રંગેહાથે જડપી પાડ્યો છે. બન્ને હોટલોમાં રંગરેલિયા મનાવવા આવેલા 11 પુરુષો અને 8 મહિલાઓને અટકાયતમાં લઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મહિધરપુરા પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતમાં રેલવે સ્ટેશન નજીક દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી વિનસ હોટલ અને રોયલ સ્ટાર હોટલમાં બહારથી યુવતીઓ બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશનના PIની સીધી સૂચનાથી બન્ને હોટલોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહિધરપુરા પોલીસ દ્વારા આ કાર્યવાહી 26 ઓગસ્ટને બુધવારના રોજ હાથ ધરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન વિનસ હોટલમાં દેહવ્યાપાર માટે બોલાવાયેલી 8 યુવતીઓ અને તેમનો સહવાસ માણવા આવેલા 11 પુરુષોની અટકાયત કરાઈ હતી. જ્યારે રોયલ સ્ટાર હોટેલમાંથી 2 લલનાઓ તથા ત્રણ પુરુષોનને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ બન્ને હોટલોમાંથી પકડાયેલા પુરુષો અને દેહવ્યાપાર કરવા આવેલી યુવતીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

IMG-20200831-WA0110.jpg

Right Click Disabled!