ગુજરાત ગુન્હાખોરીનું હબ બની રહ્યું છે છતાં સબ સલામતના દાવા

ગુજરાત ગુન્હાખોરીનું હબ બની રહ્યું છે છતાં સબ સલામતના દાવા
Spread the love
  • બેકારી,બેરોજગારી,મોંઘવારી નો ત્રિવેણી સંગમ ઘર કરી ગયો છે..
  • પ્રજા સમસ્યાઓ હલ કરવામાં શાસકો નિષ્ફળ..

એક સમય હતો ગાંધી કે સરદાર ના ગુજરાત મા શાંતિ – ભાઈચારો, પ્રગતિ ના લીધે ગુજરાત ગૌરવવંતુ હતું..આં ગૌરવ વંતી ગુજરાત ના અનેક ગીત કાવ્યોની રચનાઓ કવી હૃદય માથી બન્યા છે. અહી લોકો શહેર કરતા ગામડામાં વધુ વસવાટ કરતા.ખેતી,ખેત મજદૂરી ના આધારે રોજગારી હતી.સસ્તાઈ હતી, ઘરના શાકભાજી,ઘરના અનાજ – કઠોળ હતા. ઓછી આવક મા પણ સારું જીવન જીવતા લોકો ને દવા કે ગોળી લીધા વિના ઘસઘસાટ નીંદર આવતી.. ગાંધીના ગુજરાત મા દેશ આઝાદ થયો ત્યારથી દારૂબંધી અમલમાં છે..પરંતુ શાસકો ની નબળાઈ ના લીધે દારૂ ની રેલમછેલ આં ગાંધીના ગુજરાત મા થઈ છે..હવે આં વાત ઢાંકી શકાય કે છુપાવી શકાય તેમ નથી..દારૂના મુખ્ય મથકો ક્યાં છે,અને કેટલી રકમ ના હપ્તા ચાલે છે આં વાત પ્રજા જાણતી થઈ ગઈ છે…

આં ગુજરાત મા શાસકો ની નબળાઈ કહો કે મીલીભગત કહો,ગુન્હેગારો માટે કામ કરતી સરકાર હોવાનો અહેસાસ ગુજરાતીઓ ડગલે ને પગલે કરી રહ્યા છે.કોઈ પણ પોલીસ સ્ટેશન મા સાચી ફરિયાદો લેવામાં નેવાના મોભે ચડી જાય અને ખોટી ફરિયાદો સૌથી વધુ થાય છે..પોલીસ પ્રજાની સુરક્ષા કરવાના બદલે રાજકીય કઠપૂતળી બની દરેક ક્રાઇમ ની રક્ષક બની રહી છે..ક્યાંક કોઈક અધિકારી સારા હોય એટલા પૂરતી રાહત લોકો અનુભવે છે. દરેક પ્રકાર ના ક્રાઇમ ને રાજકીય પીઠબળ અને સુરક્ષા મળી રહ્યા છે.નથી કોઈ ની માલ મિલકત સલામત કે નથી કોઈ એકલા અટુલા સલામત,નથી બેંકમાં જમાં મૂડી સલામત કે નથી કોઈની ઈજ્જત કે આબરૂ સલામત, રાજકીય ખફા દ્રષ્ટિ નો ભોગ ભલભલા બની રહ્યા છે.

આં ગાંધી કે સરદાર ના ગુજરાત ને ગુન્હાખોરી નું ગ્રહણ કોણે લગાવ્યું..? નબળી નેતાગીરી એ,કહ્યાગરા અધિકારીઓ એ,લાલચુ કર્મચારીઓએ,ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા શાસકોએ અને ભ્રષ્ટાચાર કે બે નંબર ની કમાણીના નશામાં ચૂર નેતાઓ,અધિકારીઓ,હરામ ની કમાણી સાથે શરાબ,સુંદરી,જુગટુ,અને સત્તાના નશામાં વારે વારે તંત્ર નો થતો દુરુપયોગ. ધીરે ધીરે રાજકીય દુરુપયોગ થઈ તંત્ર બેફામ બની રહ્યું છે. ખરા ને ભૂલી ખોટા ને મદદ કરતું થયું છે. શરમ તો એ વાતની છે કે, રેપ, છેડતી કે શોષણ ની ઘટનાઓ મા પણ રાજકીય હસ્તક્ષેપ વધ્યો છે, અને પીડિતા ને ન્યાય મેળવવા અપમાન સહન કરવા પડે છે,ભટકવું પડે છે. કોઈ સત્ય સમજવા તૈયાર નથી. કોઈ ન્યાય અપાવવા આગળ આવતું નથી,મહા મહેનતે તો ફરિયાદ સંભળાય કે લેવાય છે..

ગાંધીનું ગુજરાત ગુન્હાખોરી નું ગુજરાત બની રહ્યું છે.. કારણ કે, બેકારી, બેરોજગારી અને મોંઘવારી અત્ર..તત્ર..સર્વત્ર ફેલાઈ રહ્યો છે..સૌથી વધુ યુવાશક્તિ બેરોજગાર અને બેકાર છે. આવક ઓછી થઈ રહી છે,કારણકે દરેક ધંધા મંદી માથી પસાર થઈ રહ્યા છે. મોંઘવારી આસમાન ને આંબી રહી છે,મહામંદી તેની સાથી બની રહી છે. આં જુગલ જોડી થી લોકો ત્રસ્ત છે,પરંતુ તેનો ઇલાજ સરકાર ને મળતો નથી અથવા કરવો નથી. આવક ઘટી રહી છે ને જાવક વધી રહી છે.જેની પાસે કરોડો ની પુંજી છે તે ગુણોત્તર થી કમાણી કરી રહ્યા છે,અને ચાર છેડા ભેળાં કરવા મુશ્કેલ છે ભાગાકાર થી ભંગાઈ રહ્યા છે.

નોકરી નથી ત્યારે,દુકાન લેવાનો વેત નથી ત્યારે, કોઈ સ્થાવર કે જંગમ મિલકતો નથી…માટે પેટનો ખાડો પૂરવા,પરિવાર નું ગુજરાન ચલાવવા ની પ્રમાણિક ફરજ અદા કરવા ફૂટપાથ પર પાથરણા,લારી કે ગલ્લા ને વારે વારે હટાવી તંત્ર ફોટો સેશન યોજી રહ્યું છે..દબાણ હટાવવા ના નાટકો માત્ર ગરીબો ની રોજગારી છીનાવવા માટે થઈ રહ્યા છે. પ્રજા સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ શાસકો,પોતાની નિષ્ફળતાઓ ને ઢાંકવા,ગરીબો નીરોજગરી છીનવી સફળતા નો આનંદ માણી રહ્યા છે.

આં રાજ્યમાં યુવા શક્તિને કામ આપવામાં નિષ્ફળ શાસકો લારી,ગલ્લા કે જુપડા હટાવી પ્રસિદ્ધિ પામી રહ્યાછે. પરંતુ ધન કુબેરોના બંગલા, હોટેલ, ફેકટરી કે કૉમ્પ્લેક્સના પાર્કિંગ સહિતના દબાણો હસી રહ્યા છે, ગરીબને વધુ ગરીબ બનાવવાના જાણ્યે સમ ખાધા હોય તે વર્તન અને આયોજન  આં દેશના ગરીબો માટે મરશિયા ગાવા સમાન છે. ગુજરાત મા ગુન્હાખોરી જેટ ગતિએ વધતી જાય છે આં સનાતન સત્ય છે. ગુન્હાખોરી વધવા પાછળ રાજકીય કિન્નાખોરી, ગરીબી, બેરોજગારી, બેકારી મુખ્ય કારણો છે. ફૂટપાથ કે લારી ગલ્લા વારે-વારે હટાવી બેકાર બનાવવાથી પરિવારનું ગુજરાન ચલાવવા બેકારી અને બેરોજગારી ગુન્હાખોરી ના માર્ગ પર લોકો ને ચડાવે છે.

સલામતીનો વિશ્વાસ નથી પત્રકારોમા, નથી ગરીબોમા, નથી દુકાનદારોમાં, નથી ટૂરિસ્ટોમા, કે નથી જાહેર જીવનમાં, નથી વિશ્વાસ અધિકાર માટે લડતા લોકોમાં… લોકશાહીની પવિત્રતા ઉપર રાજકીય કિન્નાખોરીનો ધબ્બો લાગ્યો છે. અરાજકતા અને આંદોલન બારે માસ ચાલ્યા કરે છે. મારા.. તમારા.. ને.. આપણાની ચિંતા કરનારા ક્યારેય પ્રમાણિક શાસન આપી ન શકે… ગુન્હાખોરી ઉપર બ્રેક મારી ન શકે… કદાચ રૂપાણી સરકાર ની તંત્ર ઉપર પક્કડ ન હોવાથી,નિર્ણય શક્તિના અભાવે પ્રધાન મંડળ મા બદલાવ ની શક્યતા વધતી જાય છે.

 

લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ (ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ)
ભાવનગર (મો.) ૯૪૨૬૫ ૩૪૮૭૪

Right Click Disabled!