ગુજરાત પોલીસની વિશેષ ટ્રાફિક ડ્રાઇવ : માસ્કની સાથે હેલમેટ પહેરવું ફરજિયાત

ગુજરાત પોલીસની વિશેષ ટ્રાફિક ડ્રાઇવ : માસ્કની સાથે હેલમેટ પહેરવું ફરજિયાત
Spread the love
  • આ ડ્રાઇવ આગામી 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે
  • રાજયમાં બુધવારના રોજથી પોલીસની વિશેષ ટ્રાફિક ડ્રાઈવ શરુ થવાની છે
  • જેમાં હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે દંડ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે

આ અંગે રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે.
આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી.ઓ દંડ નહીં કરી શકે.”

કયા ગુનામાં કેટલો દંડ ?

લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ. ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.
તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગુ પડશે

  • રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે
  • ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે
  • ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો
  • જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ
  • લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ
  • હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ
  • સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ, બાઈક પર થ્રી સીટર પર દંડ રાખ્યો નથી પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું

IMG-20200909-WA0003.jpg

Right Click Disabled!