ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો સ્વાગત-અભિવાદન કાર્યક્રમ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો સ્વાગત-અભિવાદન કાર્યક્રમ
Spread the love

ઉત્તર ગુજરાતના પ્રવાસે આવેલા ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે વરિષ્ઠ પદાધિકારીઓ સાથે હિંમતનગર આવતા સાબરકાંઠા જીલ્લા ભાજપ દ્વારા કેસરીયા માહોલમાં મહારાષ્ટ્રીયન સંગીતની ધુન સાથે તેમનું ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. હિંમતનગર શહેરના ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વાગત્ અભિવાદન દરમિયાન કાર્યકર્તાઓને સંબોધી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આવી રહેલી નગરપાલીકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજયની તમામ ચુંટણીઓ બહુમતીથી જીતવા તેમજ આગામી વિધાનસભાની ચુંટણીમાં તમામ ૧૮ર બેઠકો પર વિજય મેળવવાનો ટાર્ગેટ સિધ્ધ કરવાનો શુભ સંકલ્પ વ્યક્ત કરી કાર્યકરોમાં જાેમ જુસ્સો વધારી ચુંટણી પૂર્વે પક્ષના સંગઠનને મજબુત કરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનની ધારને મજબુત કરવા નારાજ થયેલા, હતાશ થયેલાને રીસાઈ ગયેલા કાર્યકરોને મનાવી લેવાની આવશ્યક્તા જણાવી મામિર્ક ટકોર કરતા જણાવ્યું હતું કે, હોદ્દાથી વંચિત રહેલા સાબરકાંઠા જીલ્લા ભાજપમાંં કોઈ દુખિયા છે ? જાે હોય તો મને જણાવશો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોની સેવાભાવનાને શક્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાતનો ભાજપનો એક એક કાર્યકર્તા લાગણીશીલ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૭મી સપ્ટેમ્બરના ૭૦ મા જન્મ દિવસની ઉજવણીને સેવા સપ્તાહ સ્વરૂપે ઉજવવાની અપીલ કરી આ સપ્તાહ દરમિયાન વૃક્ષારોપણ, દિવ્યાંગ વ્યક્તિઓની જરૂરીયાતો પૂર્ણ કરવા, પ્રધાનમંત્રી વીમા કવચ અને સુકન્યા યોજનાનો પ્રચાર કરવા જણાવ્યું હતું.

ભાજપના સંગઠનને મજબૂત કરવાર્થે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમના પ્રાસંગીક વક્તવ્યમા કાર્યકરોનો જાેમ જુસ્સો વધારતા જણાવ્યું હતું કે, કોઈપણ ચુંટણી કાર્યકર્તાઓની મદદ વગર જીતી શકાતી નથી તેમણે કાર્યકરોને નિરાશ નહીં થવાની અપીલ સાથે કોઈના પ્રતિ ખોટી ફરીયાદો નહીં કરવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંંગે ઉપસ્થિત પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ આવી રહેલી ચુંટણીઓમાં પક્ષનો જનાધાર વધારવા કાર્યકરોને ભારપૂર્વક જણાવ્યું હતંું જયારે મહામંત્રી કે.સી.પટેલે સાબરકાંઠા જીલ્લો જનસંઘ અને ભાજપને સમર્થક રહ્યો હોવાનું જણાવી તેમના જીલ્લા પ્રભારી તરીકેની કામગીરીના સંસ્મરણોને વાગોવ્યા હતા.

જયારે સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલે નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાબરકાંઠા જીલ્લાનો પરીચય કરાવી જીલ્લાની રાજકીય સ્થિતિ અને પક્ષના સંગઠનની સ્થિતિથી માહિતગાર કર્યા હતા. તેમણે સી.આર.પાટીલને સંગઠનના શિક્ષક તરીકે ઓળખાવ્યા હતા. સ્વાગત અભિવાદનના ગૌરવપદ કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડે તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કેસરીયો સાફો બાંધી તલવાર અર્પણ કરી હતી. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને હીતુ કનોડીયાએ પણ તેમનું તલવાર આપીને સન્માન કર્યુ હતું.

જયારે જીલ્લાના સહકારી આગેવાન અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ અને જીલ્લા સહકારી ખરીદવેચાણ સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ તથા સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને જીલ્લા સંઘના ચેરમેન જશુભાઈ પટેલ વગેરે સહકારીક્ષેત્રના આગેવાનોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સ્મૃતી ભેટ અર્પણ કરી તેમનુ ગૌરવપદ અભિવાદન કયુર્ં હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રથમવાર હિંમતનગરની મુલાકાતે આવતા તેમના સ્વાગત અભિવાદન માટે ઉત્સુક સ્વાગત સમિતિના કાર્યકરોએ શહેરના તમામ માર્ગો પર સી.આર.પાટીલને અભિવાદન કરતા હોર્ડીગ્સ અને બેનરો લગાવી માર્ગોને સજાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સર્વે મહાનુભાવો અને કાર્યકરોને ભગવા રંગના ખેસ અને માસ્ક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તસ્વીર પડાવી તુરંત જ ફોટો કોપી ફેમીંગ સાથે આપવામાં આવતા કાર્યકરોએ પ્રસન્નતા વ્યકત કરી હતી.

આ પ્રસંગે જીલ્લા પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી તખતસિંહ હડીયોલ, અશોકભાઈ જાેષી, હિતેશભાઈ પટેલ, વડીયાવીર મંદીરના મહંત શાંતિગીરી મહારાજ, નવારેવાસના મહંત શ્રી જ્ઞાનાનંદજી, સંતશ્રી પી.પી.સ્વામી, પૂર્વ સાંસદ ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, મહીલા મોરર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ કુ.કૌશલ્યાકુંવારબા પરમાર, બીનઅનામત આયોગના ઉપાધ્યક્ષ રશ્મીભાઈ પંડયા, જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ રહેવર, નગરપાલીકા પ્રમુખ અનીરૂધ્ધભાઈ સોરઠીયા, શહેર સંગઠનના પ્રમુખ હર્ષદભાઈ મિસ્ત્રી સહિત અનેક શહેરના, જીલ્લાના અપેક્ષીત કાર્યકરો, વિવિધ સમાજના આગેવાનો, ર્ડાકટરો, વેપારી મંડળના વિવિધ આગેવાનો, જી.આઈ.ડી.સી.એસોશીયેશન, રોટરી કલબ વગેરે સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મનુભાઈ નાયી (પ્રાંતીજ)

IMG-20200905-WA0005-1.jpg IMG-20200905-WA0011-0.jpg

Right Click Disabled!