ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારના લોકોના પીવાના પાણીની ફરિયાદ માટે ટોલ – ફ્રી હેલ્પલાઈન નંબર ૧૯૧૬ પુનઃ શરૂ

Spread the love

ગાંધીનગર,
ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી શકે તે હેતુથી પીવાના પાણીની ફરિયાદ નોંધણી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ‘૧૯૧૬’ ૨૪ કલાક કાર્યરત છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીને સંબંધીત ફરિયાદો કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને લેતા તા.૧૧/૭/૨૦૨૦થી ૧૩/૭/૨૦૨૦ના સમયગાળા માટે માત્ર એક જ હેલ્પ લાઇન કાર્યરત રાખવામાં આવેલ હતી. જેને પુનઃ તા.૧૪/૭/૨૦૨૦ થી સંપૂર્ણપણે શરૂ કરવામાં આવી છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓન લાઇન ફરિયાદ નોંધવાની સુવિધા પણ કાર્યરત છે. ઓનલાઈન ફરિયાદ https://ws.gujarat.gov.in/ વેબસાઈટના New Complaint સેક્શન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે.
યાદીમાં જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કે લીકેજ હોય , પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય તેવા કિસ્સામાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઈ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ‘૧૯૧૬’ વ્યસ્ત જણાય તો આવા કિસ્સામાં નાગરિકો અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકે છે તેમ વધુમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવ્યું છે.

Right Click Disabled!