ગુજરાત સરકારના મંત્રી રમણ પાટકર કોરોનાથી સંક્રમિત

ગુજરાત સરકારના મંત્રી રમણ પાટકર કોરોનાથી સંક્રમિત
Spread the love

ગાંધીનગર : ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે અનેક મોટા રાજકીય નેતાઓ પણ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે. હવે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી રમણ પાટકરનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકરમાં કોરોનાના લક્ષણો જણાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે.

રમણ પાટકર મુખ્યમંત્રી આવાયે યોજાયેલી કેબિનેટ બેઠકોમાં પણ ભાગ લીધો હતો. આ અંગે મંત્રીએ જણાવ્યું કે, કોરોનાના લક્ષણો જણાતા તેઓ જાતે જ હોસ્પિટલ ગયા હતા અને ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. જણાવી દઈએ કે, ગઈકાલે જ વાવ-ભાભર બેઠક પરના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમની ગાંધીનગરમાં સારવાર ચાલી રહી છે. આ સિવાય કામરેજ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા પણ કોરોનાથી સંક્રમિત થતા તેમની હાલ ઘરમાં જ સારવાર ચાલી રહી છે.

અન્ય ક્યા રાજકીય નેતાઓ બન્યા કોરોનાનો શિકાર
અગાઉ જમાલપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, અમદાવાદ નિકોલથી ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, અમદાવાદ નરોડાથી ભાજપના MLA બલરામ થાવાણી અને ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ કોરોનાને માત આપી ચૂક્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તાજેતરમાં જ કોરોનાની સારવાર મેળવી સ્વસ્થ થયા છે. હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અમદાવાદમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય અનેક કોર્પોરેટરો પણ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે.

IMG-20200708-WA0001.jpg

Right Click Disabled!