ગુજરાત સરકારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા લોકોની યાદી તૈયાર કરી

Spread the love
  • જિલ્લા કલેકટરે શહેર-જિલ્લા આરોગ્યતંત્રને આ તમામ પ્રવાસીઓને તાત્કાલિક હોમ કોરેન્ટાઇન હેઠળ મૂકવા સૂચના આપી
  • આ સૂચના પાળવાનો ઇન્કાર કરનારા પ્રવાસીઓ સામે પોલીસ પગલા લેવાશે

વડોદરા
રાજય સરકારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા વડોદરા શહેર-જિલ્લાના લોકોની યાદી મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્યતંત્રને મોકલી આપી છે. તેના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્યતંત્રને ઉપરોક્ત યાદીમાં સમાવિષ્ટ તમામ લોકોને ફરજિયાત હોમ કોરેન્ટાઇનમાં મૂકવા સૂચના આપી છે. આ પ્રવાસીઓ પૈકી જો કોઇ હોમ કોરેન્ટાઇનનું પાલન ન કરતા હોય અને જિલ્લા કલેકટરની આ સૂચના માનવાનો ઇન્કાર કરે તો તેમને તાત્કાલિક અટકમાં લઇને હોમ કોરેન્ટાઇનમાં મૂકવા અને તેમની સામે કાયદેસરના સખત પગલા લેવા શહેર-જિલ્લા પોલીસતંત્રને પણ સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રીએ તાજેતરમાં વિદેશ પ્રવાસ પૂરો કરીને આવ્યા હોય તેવા પ્રવાસીઓ તથા તેમના સંપર્કમાં આવેલા લોકોને આ સૂચનાના પાલનમાં સહયોગ આપવા અને સ્વૈચ્છિક રીતે સૌના હિતમાં હોમ કોરેન્ટાઇન સ્વીકારવા ખાસ અપીલ કરી છે.

Right Click Disabled!