ગુજરાત સરકારે હજુ કોઈ જાહેરાત કરી નથી

- મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશમાં સ્ટેમ્પ ડ્યૂટીનો દર ઘટાડી 1% કરાયો
- ગુજરાત સરકારે હજુ કોઈ જાહેરાત કરી નથી
ભોપાલ મધ્યપ્રદેશ સરકારે સ્ટેમ્પ ડ્યૂટીનો દર 3 ટકાથી ઘટાડી 1 ટકા કર્યો છે. અગાઉ મહારાષ્ટ્ર સરકાર પણ આવો ઘટાડો કરી ચૂકી છે. ગુજરાત સરકારે હજુ જાહેરાત કરી નથી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે શહેરી ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા દસ્તાવેજ નોંધણી ફીમાં ઘટાડો કરાયો છે. કોરોનાને કારણે આર્થિક ગતિવિધિ સ્થગિત થઈ ગઈ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. આ ક્ષેત્રને ઉત્તેજન આપવા આ નિર્ણય લેવાયો છે. આ 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે.
