ગુજરાત સરકાર જાહેર કરેલી હેરિટેજ ટુરિઝમ નીતિને ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજા દ્વારા આવકાર

ગુજરાત સરકાર જાહેર કરેલી હેરિટેજ ટુરિઝમ નીતિને ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજા દ્વારા આવકાર
Spread the love

રાજકોટ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અત્યારે તમામ ક્ષેત્રે જ્યારે અત્યંત અગત્યના અને નિર્ણયો લઇ રહ્યા છે. ત્યારે સરકારે આજે જાહેર કરેલી આ નીતિના ફાયદા દુરોગામી છે. એવું માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. માંધાતાસિંહે જણાવ્યું કે આ નવી નીતિથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ સ્થળો નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે.

ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં શરૂ કરી શકાશે હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ જેને લીધે પ્રવાસીઓ પણ આવા સ્થળે ઉમટી પડશે. લોકો આપણા પુરાતન વારસાથી, સ્થાપત્યથી વાકેફ થશે અને પ્રવાસન ઉદ્યોગને પણ લાભ થશે. ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે પરિણામે ઘણી જુની ઇમારતોનો હવે સદઉપયોગ પણ થશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200914-WA0066.jpg

Right Click Disabled!